Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરલોડ રેતીના ડમ્પરોથી ડાયવર્ઝન જર્જરિત થતાં વાહનચાલકો પરેશાન:બુકોલી પાસે કેનાલના ડાયવર્ઝન પર ગડર લગાવી ભારે વાહનોની અવરજવર બંધ

    3 days ago

    કાંકરેજ તાલુકાના બુકોલી ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પરનું નાળું જર્જરિત થતાં અગાઉ બનાવેલા ડ્રાયવર્ઝનને પણ ભારે વાહનોની અવરજવરથી નુકસાન થયું હતું. બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને પસાર થતા ડમ્પરોના કારણે રસ્તો જર્જરિત થતાં વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ગુરુવારે રેતી ભરેલા ડમ્પરોના જમાવડાથી ડ્રાયવર્ઝન પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિણામે બાઇકચાલકો અને નાના વાહનો અટવાયાં હતાં. આસપાસના ખેડૂતોને ખેતરોમાં જવા તેમજ કટોકટીના સમયે દર્દીઓને શિહોરી કે પાટણ સારવાર માટે લઈ જવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જળસંપત્તિ નિગમ અને માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર કામગીરી હાથ ધરી હતી. હાઇડ્રોની મદદથી ડ્રાયવર્ઝનની બંને બાજુ આશરે 10 ફૂટ ઊંચા ગડર લગાવી ડમ્પર સહિતનાં ભારે વાહનોની અવરજવર બંધ કરી હતી. હવે નાના વાહનો માટે રસ્તો ખુલ્લો રાખવાની વ્યવસ્થા કરાઈ છે. ડ્રાયવર્ઝનની બાજુમાં આવેલી શાળામાં જતાં બાળકોને પણ ભારે વાહનોની અવરજવર અને ધૂળની ડમરીઓથી મુશ્કેલી પડતી હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે. હવે ભારે વાહનો પર કાયમી નિયંત્રણ લાદવા અને નાળાનું કાયમી સમારકામ કરવાની ગ્રામજનોએ માગ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-જગાણા વચ્ચેનો પુલ 10 દિવસ બંધ રહેશે:દૈનિક 2000 વાહનોને રૂટ બદલવો પડશે
    Next Article
    Best Prepaid Plans with 3GB/Day Data on Jio, Airtel, and Vi Compared

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment