Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200! દર્દીઓ પાસેથી લૂંટ કેમ?:સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, MRP અને રિટેલરને મળતી કિંમતોમાં મોટો તફાવત

    9 hours ago

    સુપ્રીમ કોર્ટે દવાઓની મહત્તમ છૂટક કિંમત (MRP) અને રિટેલરને મળતી કિંમતો વચ્ચેના મોટા તફાવત અંગે સરકારને સવાલ કર્યા. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે પૂછ્યું કે આખી સિસ્ટમ દવા ઉત્પાદકોને શા માટે મદદ કરી રહી છે. કોર્ટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ને નિષ્ક્રિય ગણાવીને સવાલ કર્યો કે દવાઓની કિંમતો પર લગામ શા માટે લગાવવામાં આવી રહી નથી. કોર્ટે કહ્યું કે સરકારની નજર સામે આ બધું થઈ રહ્યું છે અને પૂછ્યું કે શું તેને આ રીતે બેફામ ચાલવા દેવું જોઈએ. બંને કેસોની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. મુદ્દો એ છે કે ઘણી દવાઓની કિંમત 10-20 રૂપિયા છે, તે રિટેલરને 30 રૂપિયામાં મળે છે, પરંતુ MRP 150-200 રૂપિયા છપાયેલું હોય છે. આ જ તફાવત કોર્ટને ખટકી રહ્યો છે. કોર્ટે કહ્યું કે હોસ્પિટલોના ખર્ચનો હવાલો આપીને દવા માટે દર્દીઓ પાસેથી ખર્ચ કરતાં 100 અથવા 200 ગણો ભાવ વસૂલવો યોગ્ય ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં અગાઉની 2 સુનાવણી 12 ઓક્ટોબર: એન્ટી-કેન્સર દવાઓના ટ્રેડ માર્જિન પર પણ સવાલ આ અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એન્ટી-કેન્સર દવાઓના ટ્રેડ માર્જિનને MRPના 30% સુધી મર્યાદિત કરવાના કેન્દ્રના જવાબને માંડ થોડો સંતોષકારક ગણાવ્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે સરકાર અન્ય દવાઓના ટ્રેડ માર્જિનની મર્યાદા કેમ નક્કી કરી શકતી નથી. હોસ્પિટલો દ્વારા કેન્સરની દવાઓ પર ભારે નફો ઉમેરવામાં આવતો હોવા અંગે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા સહન કરી ચૂકેલા કેન્દ્રએ જણાવ્યું હતું કે તેણે એન્ટી-કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જિનને MRPના 30% સુધી મર્યાદિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર મુજબ, આ નિર્ણયથી દર્દીઓને વાર્ષિક આશરે 2,500 કરોડ રૂપિયાની બચત થવાની આશા છે. 29 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્સરની દવાઓની વધુ કિંમત નરસંહાર જેવી આ અગાઉ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે ₹2700ની કેન્સરની દવા પર MRP ₹27,000 શા માટે છે. દવાઓની કિંમતો અંગે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે આ નરસંહાર છે. દવાની કિંમત કેવી રીતે નક્કી થાય છે, 4 મુદ્દા 1. ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) આવશ્યક દવાઓની કિંમતને કન્ટ્રોલ કરે છે. 2013ના DPCO હેઠળ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)માં સામેલ દવાઓની મહત્તમ કિંમત સરકાર નક્કી કરે છે. 2. બજારમાં વેચાતી દવાઓની કિંમતના આધારે આવશ્યક દવાઓની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવે છે. તેનાથી વધુ કિંમતે દવા વેચવી ગેરકાયદેસર છે. 3. આરોગ્ય મંત્રાલય દવાઓની સુરક્ષા, અસરકારકતા અને કિંમતને ધ્યાનમાં રાખીને આવશ્યક દવાઓની યાદી બનાવે છે. તેમાં દેશમાં સામાન્ય બીમારીઓ અને લોકોની આરોગ્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. 4. આ યાદીની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ નવી દવાઓ ઉમેરવામાં આવે છે. જે દવાઓ આ યાદીમાં સામેલ નથી, તેની કિંમતો પર સરકારનું સીધું નિયંત્રણ ઓછું હોય છે.
    Click here to Read More
    Previous Article
    ઇમરાન ખાનને દેશ છોડવાની નોટિસ પર રાહત:હાઇકોર્ટે 2 નવેમ્બર સુધી રોક લગાવી, કેન્દ્ર સરકારે કાર્યવાહી ન કરવાની ખાતરી આપી
    Next Article
    લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા:રૂપાલાએ ડ્રાફ્ટ યાદીની સમજ આપી, સૌરાષ્ટ્ર ઝનની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment