Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, ગુજરાત કેસરિયા રંગે રંગાયું:ભાજપની તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, અમદાવાદમાં વિજયોત્સવ

    1 day ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મતગણતરી પહેલા કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ હતી. ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. નગરપાલિકામાંથી 76 પર ભાજપ અને 8 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. આ પણ વાંચો: 15 મહાનગરપાલિકાન પળેપળની અપડેટ અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત કબ્જે કરી આપે ઇતિહાસમાં પહેલીવાર પંચાયતમાં સત્તા મળી છે. સુરત મનપામાં 2021માં 27 સીટ જીતનારી આપ આ 4 સીટ પર સમેટાઈ છે. જ્યારે કોંગ્રેસને 1 અને 115 સીટ સાથે ભાજપે ફરી સત્તા મેળવી છે. સમગ્ર ચૂંટણીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું. રાજ્યભરમાં ડોર-ટુ-ડોર પ્રચાર સાથે ગ્રૂપ મીટિંગ પર ભાર મૂકી સૌને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવી હતી. ચૂંટણી દરમ્યાન ભાજપે તમામ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ગ્રુપ મિટિંગ અને સામાજિક બેઠકો કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે બૂથ લેવલથી વોટ બેન્ક સુધી પહોંચવા માટે આખું પ્લાનિંગ ઘડ્યું હતું. PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો, કહ્યું-રાજ્યને નવી ઉંચાઈએ લઈ જઈશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય માટે ગુજરાતના લોકોનો આભાર. સુશાસન અને ગુજરાત સરકારની શ્રેષ્ઠ કામગીરીને જોઈને મત આપ્યો છે. તેમણે વર્ષોથી ભાજપની મહેનતને આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે અમે આવનારા સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. પાટીલ સામે પંચાલ ટૂંકા પડ્યા 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ હતી. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ છે. જો કે તેઓ આ પરીક્ષામાં સંપૂર્ણ પાસ થઈ ગયા છે. જો કે પાટીલ જેવો તો વિજય મેળવી શક્યા નથી એ પણ હકીકત છે. ઉત્તર ગુજરાત 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી દક્ષિણ ગુજરાત 1.સુરત 2.તાપી 3.વલસાડ 4.નવસારી 5.ડાંગ સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ 2021માં 90% સીટ પર કેસરિયો 2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી. ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કાશીમાં PM મોદીએ કહ્યું- મહિલાઓને સપા-કોંગ્રેસે છેતર્યા:પરિવારવાદમાં ડૂબેલા પક્ષો નારી શક્તિથી ડરેલા છે, હું અનામત અપાવીને જ રહીશ
    Next Article
    નવસારીમાં ભાજપનો વિજય, કોંગ્રેસનો વોટ શેર વધ્યો:વોર્ડ 6માં કોંગ્રેસ માત્ર 3 મતે હારી, શહેર પ્રમુખ દીપક બારોટે કહ્યું- ભાજપના સ્લીપર સેલ તરીકે AAP-AIMIMએ કામ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment