Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ભાજપનો વિજય, કોંગ્રેસનો વોટ શેર વધ્યો:વોર્ડ 6માં કોંગ્રેસ માત્ર 3 મતે હારી, શહેર પ્રમુખ દીપક બારોટે કહ્યું- ભાજપના સ્લીપર સેલ તરીકે AAP-AIMIMએ કામ કર્યું

    10 hours ago

    નવસારી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. કુલ 13 વોર્ડની 52 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો જીતીને પોતાનું શાસન જાળવી રાખ્યું છે. કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. જોકે, કોંગ્રેસના વધેલા વોટ શેર અને નજીવા અંતરથી થયેલી હારે ભાજપ માટે ચિંતા ઊભી કરી છે. ચૂંટણી પરિણામોમાં વોર્ડ નંબર 6 માં રસાકસી જોવા મળી હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મર ભાજપ સામે માત્ર 3 મતોના નજીવા અંતરથી હારી ગયા હતા. આટલા ઓછા માર્જિનથી મળેલી હાર કોંગ્રેસ માટે નોંધપાત્ર ગણાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો અનુસાર, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM ના પ્રવેશથી મતોનું વિભાજન થયું. પરંપરાગત રીતે કોંગ્રેસને મળતા મતોમાં આ પક્ષોએ ભાગ પડાવ્યો. જો આ મતોનું વિભાજન ન થયું હોત, તો પરિણામો અલગ હોત તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરિણામોના વિશ્લેષણ દર્શાવે છે કે ભાજપની બેઠકો વધુ હોવા છતાં, તેમનો વોટ શેર સ્થિર રહ્યો છે. જ્યારે નવસારીમાં કોંગ્રેસના વોટ શેરમાં સતત વધારો જોવા મળ્યો છે. કોંગ્રેસના વોટ શેરમાં ધીમી પણ મક્કમ ગતિએ થતો આ વધારો આગામી ચૂંટણીઓમાં ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ, ગુજરાત કેસરિયા રંગે રંગાયું:ભાજપની તમામ 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર જીત, અમદાવાદમાં વિજયોત્સવ
    Next Article
    નવસારી મહાનગરપાલિકાના વિજેતાનું ફોટો સાથેનું લિસ્ટ:તમામ વોર્ડની તમામ સીટનું ચિત્ર સ્પષ્ટ, જુઓ કઈ સીટ પર કેટલા મતથી કોની થઈ જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment