Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ઓડ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન:ધોરણ 10, 12 અને કોલેજ પાસ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ

    1 week ago

    પાટણ ખાતે રાણકીવાવ નજીક શ્રી મહાસતી જસમા માતાજીના મંદિર પ્રાંગણમાં સમસ્ત ઓડ મારૂ સમાજ ગુજરાત-રાજસ્થાન અને શ્રી ઓડ સમાજ સેવા મંડળ-પાટણ દ્વારા એક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ-10,12 અને કોલેજ પાસ મારૂ ઓડ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, સમાજના નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ ઓડ (નાયબ અધિક્ષક, એસ.ટી. નિગમ, રાણીપ-અમદાવાદ), પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી, વોર્ડ નં-૧ના કોર્પોરેટરશ્રી અને ગણપત યુનિવર્સિટી મહેસાણાના પ્રોફેસર સહિતના મહાનુભાવો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જસમા માતાજીની આરતી અને મહાપ્રસાદ બાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારબાદ, સરકારી નોકરી મેળવેલા નવનિયુક્ત કર્મચારીઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજ દ્વારા છપાવેલા ચોપડા, ફાઈલ અને સ્કૂલ બેગ પણ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા, અને તેમને પરિવાર તથા સમાજનું ગૌરવ વધારવા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત અને રાજસ્થાનમાંથી ઓડ મારૂ સમાજના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારે ભાર વિનાનું ભણતર કર્યું ખરું,પુસ્તકો વિના જ ભણવાનું શરૂ:બોર્ડના વિદ્યાર્થીઓ તો મોટી મુશ્કેલીમાં મૂકાયા, કહ્યું-રિવિઝનમાં કરવું ખૂબ મુશ્કેલ, ટેસ્ટ પણ કેમ આપીશું?
    Next Article
    How Triptii Dimri Is The Maa Behen Of Every Spirit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment