Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદી 10-11 મેના રોજ જામનગર આવવાની શક્યતા:અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટની સાથે રાત્રિ રોકાણ પણ કરી શકે

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મેના રોજ જામનગરની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અથવા ખાતમુહૂર્ત કરી શકે છે. વડાપ્રધાનના સંભવિત આગમનના સમાચારથી જામનગરવાસીઓ અને સ્થાનિક વહીવટી તંત્રમાં ઉત્સાહનો માહોલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન જામનગરમાં રાત્રિ રોકાણ પણ કરી શકે છે. જો આ શક્ય બનશે, તો સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી તૈયારીઓ માટે વહીવટી તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ગયું છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી જામનગર અને આસપાસના વિસ્તારો માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી શકે છે. તેમની વારંવારની સૌરાષ્ટ્ર મુલાકાતો દર્શાવે છે કે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રના વિકાસ અને જામનગરના વ્યૂહાત્મક મહત્વને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. વડાપ્રધાનના સંભવિત આગમનને પગલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમના સ્થળની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. સત્તાવાર જાહેરાત થયા બાદ તૈયારીઓ યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપે અન્નપૂર્ણા રસોડાનો પ્રારંભ કર્યો:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉદ્ઘાટન કર્યું, 100થી વધુને ભોજન મળશે
    Next Article
    ગઢડા નજીક બાઇક-આખલા અકસ્માત, યુવકનું મોત:શાકભાજી ખરીદી પરત ફરતાં સુનીલ પરમારે જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment