Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા નજીક બાઇક-આખલા અકસ્માત, યુવકનું મોત:શાકભાજી ખરીદી પરત ફરતાં સુનીલ પરમારે જીવ ગુમાવ્યો

    8 hours ago

    ગઢડા તાલુકાના ઉગામેડી ગામ નજીક બાઇક અને આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બોટાદ જિલ્લાના પાણવી ગામના 32 વર્ષીય સુનીલભાઈ કરશનભાઈ પરમાર ગઢડાથી શાકભાજી ખરીદીને પોતાના બાઇક પર ઉગામેડી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઉગામેડી ગામ નજીક અચાનક એક આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેમનું બાઇક તેની સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે સુનીલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. સુનીલભાઈ મૂળ પાણવી ગામના વતની હતા, પરંતુ ઉગામેડી ગામે જમીન ભાગવી રાખી હોવાથી તેઓ ત્યાં જ રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદી 10-11 મેના રોજ જામનગર આવવાની શક્યતા:અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટની સાથે રાત્રિ રોકાણ પણ કરી શકે
    Next Article
    iQOO 15T Specifications Leak Hints at MediaTek Dimensity 9500 SoC, 200-Megapixel Camera

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment