Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાતના 10 વાગ્યા સુધી 10 જિલ્લામાં રેડ એલર્ટ:અમરેલીમાંથી બે મતૃદેહ મળ્યા, સુરત-નવસારીમાં 6ના મોત; શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા; 250 તાલુકામાં વરસાદી આફત

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 250 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના રાધનપુરમાં 10 અને સાંતલપુરમાં 9 ઈંચ ખાબક્યો છે. વાવ-થરાદના ભાભર અને દિયોદર તાલુકામાં 7 ઈંચ વરસ્યો છે. આ ઉપરાંત 16 તાલુકામાં 3થી 6 ઈંચ તો 90 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. મેઘરાજાની સતત બીજા દિવસે ધોધમાર વરસાદે ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં તાણાઈ જવાથી સુરતમાં બે અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અમરેલી જિલ્લામાં અઢી વર્ષની બાળકી અને ખેત મજૂરનું મોત નીપજ્યું છે. બીજી, તરફ રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વિરપુર જતા રસ્તે સવારે 7 વાગ્યા આસપાસ ઘોડાપૂરમાં કાર તણાઈ હતી. જે કાર 200 મીટર દૂર 11.30 આસપાસ મળી આવી હતી. જોકે, 12 કલાક જેટલો સમય થયો છતાં કારચાલકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી 3 કલાક 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક (રાત્રિના 7થી 10 વાગ્યા સુધી) બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ પણ વાંચો - વસ્ત્રાપુરમાં 45 દુકાનો ડૂબી, વેજલપુરમાં લોકોના ઘરમાં 2 ફૂટ પાણી:કોમર્સ છ રસ્તા પર દુકાનદારોએ આખી રાત પાણી ઉલેચ્યું; અમદાવાદમાં પૂરથી પણ ભયાનક સ્થિતિ આ પણ વાંચો - આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ:બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ, બેઝમેન્ટમાં ગાડીઓ ડૂબી; આવતીકાલે તમામ શાળા-કોલેજો બંધ ભારે વરસાદથી બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ પણ વાંચો - પ્રહલાદનગરથી બોપલ સુધીનો રસ્તો રામભરોસે:રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન; ટુ-વ્હીલર પર ભાસ્કર રિપોર્ટરે અમદાવાદના પોશ વિસ્તારની હકીકત દેખાડી આ પણ વાંચો - રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે?:ઉત્તર અને મધ્ય ગુજરાત માટે 3 દિવસ ભારે, 31 જુલાઈ સુધીમાં એકપણ તાલુકો વરસાદ વિનાનો નહીં રહે ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે 5 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં 25 જુલાઈના રોજ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં AMC સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તા. 27 જુલાઈ, 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ સિઝનમાં બીજી વખત થયો ઓવરફલો થયો હતો, જેમાં શેત્રુંજી ડેમના તમામ 20 દરવાજાઓ એક ફુટ ખોલવામાં આવ્યા હતા, શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ ડેમના રૂલ્સ લેવલ જાળવવા માટે જે રીતે પાણીની આવક થઈ રહી છે તે જ રીતે નદીના પટમાં શેત્રુંજી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે શેત્રુંજી ડેમની નીચે આવતા તળાજા અને પાલીતાણાના 17 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કટોકટી અંગે CMની ઉચ્ચસ્તરીય બેઠક, બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના રાજ્યભરમાં સર્જાયેલી ધોધમાર વરસાદી સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા વહીવટી તંત્રને કડક આદેશ આપ્યા હતા. બીજી તરફ, રાજ્યના DGPએ પણ તમામ SP અને રેન્જ IG સાથે વીડિયો કોન્ફરન્સ યોજી પોલીસ કાફલાને સતત પ્રજાની વચ્ચે રહી ટ્રાફિક અને રેસ્ક્યૂ કામગીરીમાં સક્રિય રહેવા સૂચના આપી હતી. 23 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ નવસારીમાં વાયુસેના દ્વારા એરલિફ્ટ અને સૈન્યની ટુકડીઓ મેદાનમાં નવસારી જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની 4 ટુકડીઓ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે, જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી રહી છે. બીજી તરફ, ગણદેવી તાલુકાના ભાટ ગામ પાસે ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોએ મદદની ગુહાર લગાવતાં, વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે. 24 કલાકમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગણદેવી અને શાંતાદેવીમાં કરોડોનું ધોવાણ નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અંબિકા નદી ઘટીને 36.8 ફૂટ અને કાવેરી 18 ફૂટ પર આવતાં રાહત થઈ છે, પરંતુ પૂર્ણા નદી હજુ 29 ફૂટ પર સ્થિર છે. પાણી ઓસરતાં જ વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં રસ્તો બંધ થયો છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોમાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં કરોડોનું નુકસાન થયું છે, જ્યારે હીરા ઉદ્યોગના હબ ગણાતા શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી ભરાતાં 3,000થી વધુ પરિવારો ફસાયા છે, જેમને મનપા દ્વારા ઘરો સુધી જઈને રાશન અને જરૂરી સામગ્રી પહોંચાડાઈ રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, 8 અંડરબ્રિજ બંધ અમદાવાદમાં 24 જુલાઈના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ ચાંદખેડામાં 2 ઇંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે ત્રાગડ રોડ, IOC રોડ અને ડિકેબીન રોડ સહિતના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મોડીરાત્રે ભરાયેલા પાણીના કારણે બંધ કરાયેલા 17 અંડરબ્રિજમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો નિકાલ કરાતાં 9 બ્રિજ શરૂ કરાયા છે. મકરબા, પરિમલ, અખબાર નગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ GST તથા ચાંદખેડા જેવા 8 અંડરબ્રિજ હજુ પણ બંધ છે. ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી બસમાંથી મણિનગર ફાયર ટીમે 55 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતાં. આ ઉપરાંત નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતાં 1000થી વધુ રહીશો તેમજ શેલા વિસ્તારની આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં વાહનો ગરકાવ થતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, આણંદ સહિત 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત સહિતના 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના બંદરો પર એલસી-3 સિગ્નલ લગાવાયું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દરિયો ખૂબ જ રફ રહેવાની શક્યતા છે. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સખત સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર એલસી-3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં પાંચ હવામાન સિસ્ટમ સક્રિય રાજસ્થાનમાં સક્રિય લો પ્રેશર, રાજસ્થાન નજીકથી પસાર થતું મોન્સૂન ટ્રફ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ હવામાન સિસ્ટમને કારણે રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની શક્યતા યથાવત છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદમાં 294.6 મિમી (11.60 ઈંચ) વરસાદ નોંધાયો હતો, જે વર્ષ 1927 બાદ આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધુ વરસાદ છે. વર્ષ 1927માં જુલાઈ મહિનામાં 414.8 મિમી (16.33 ઈંચ) વરસાદ નોંધાયો હતો. વરસાદથી સર્જાયેલી તારાજીની તસવીરો..
    Click here to Read More
    Previous Article
    પેપર લીક કેસ- નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ:કાયદાકીય કાર્યવાહી પણ થશે; એક દિવસ પહેલાં બે સેક્રેટરીને હટાવાયા હતા
    Next Article
    વલસાડમાં 223 માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા કરાયા:ભારે વરસાદ બાદ 446માંથી અડધા માર્ગો પર કામગીરી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment