Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 223 માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા કરાયા:ભારે વરસાદ બાદ 446માંથી અડધા માર્ગો પર કામગીરી પૂર્ણ

    10 hours ago

    વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા કુલ 446 માર્ગોમાંથી 223 માર્ગો પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વરસાદની સ્થિતિ સુધરતા જ વિભાગે અધિકારીઓ, ફિલ્ડ સ્ટાફ અને જરૂરી મશીનરીને કામે લગાડી હતી. અસરગ્રસ્ત માર્ગો પરથી કાદવ દૂર કરવો, રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવા, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને જરૂરી મરામત જેવી કામગીરી સતત ચાલી રહી છે. 23 જુલાઈએ ભારે વરસાદને કારણે કુલ 446 માર્ગો અસરગ્રસ્ત થયા હતા, જેમાં કપરાડાના 79, ધરમપુરના 81, ધરમપુર-વાંસદા માર્ગના 3, પારડીના 97, નાનાપોંઢા-વાપીના 78, ઉમરગામના 22 અને વલસાડના 86 માર્ગોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કપરાડાના 36, ધરમપુરના 33, પારડીના 69, નાનાપોંઢા-વાપીના 23, ઉમરગામના 13 અને વલસાડના 49 માર્ગો પર કામગીરી પૂર્ણ થઈ છે. વિભાગ દ્વારા જણાવાયું છે કે જ્યાં હજુ માર્ગો અસરગ્રસ્ત છે ત્યાં પુનઃસ્થાપન કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોને પાણી ભરાયેલા અથવા બંધ કરાયેલા માર્ગો પર બિનજરૂરી અવરજવર ટાળવા અને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાતના 10 વાગ્યા સુધી 10 જિલ્લામાં રેડ એલર્ટ:અમરેલીમાંથી બે મતૃદેહ મળ્યા, સુરત-નવસારીમાં 6ના મોત; શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા; 250 તાલુકામાં વરસાદી આફત
    Next Article
    Union Minister Ravneet Singh Bittu Resigns, Likely To Contest Punjab Polls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment