Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 10નું પરિણામ જાહેર:છોટાઉદેપુર જિલ્લામાં ધો.10માં ગ્રામ્ય વિસ્તારનું પરિણામ શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ આવ્યું

    8 hours ago

    છોટાઉદેપુર જિલ્લામાં એસએસસી 2026નું પરિણામ જાહેર થયું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારની તુલનાએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. જિલ્લા સ્તરે ગ્રામ્ય વિસ્તારનું પરિણામ શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ નોંધાયું છે, જે શિક્ષણક્ષેત્રે ગામડાઓની પ્રગતિ દર્શાવે છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધારે પરિણામ પાવીજેતપુર સેન્ટરનું 94.34% અને સૌથી છોટાઉદેપુર સેન્ટરનું 61.51% આવ્યું છે. જિલ્લાના બોડેલી શહેરની વિદ્યાર્થિની ખદીજા મો. તૈયબ ખત્રીએ 97.83% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓના આકર્ષક પરિણામ વચ્ચે જિલ્લાનું કુલ પરિણામ 82.42% નોંધાયું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછું ગણાય છે. મળતી માહિતી મુજબ, જિલ્લામાં કુલ 10,890 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8,976 વિદ્યાર્થીઓ સફળ થયા છે. જિલ્લામાં માત્ર એક શાળાનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે, જ્યારે 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 5 છે. વિદ્યાર્થીઓના ગ્રેડ મુજબ જોવામાં આવે તો જિલ્લામાં કુલ 91 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સાથે જ 100% પરિણામ આપનાર શાળાઓની સંખ્યા 21 હોવાનું નોંધાયું છે. આ વર્ષે કુલ પરિણામમાં થોડો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન જિલ્લામાં શિક્ષણની ગુણવત્તામાં સુધારાની દિશામાં સકારાત્મક સંકેત આપી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું કેન્દ્રદીઠ પરિણામ બોડેલી કેન્દ્ર 88.12%, છોટાઉદેપુર કેન્દ્ર 61.51%, સંખેડા કેન્દ્ર 86.42%, પાવીજેતપુર કેન્દ્ર 94.34 %, નસવાડી કેન્દ્ર 80.83%, કવાંટ કેન્દ્ર 75.57%, ચલામલી કેન્દ્ર 89.58%, તેજગઢ કેન્દ્ર 91.30%, કાશીપુરા કેન્દ્ર 80.76%, ભાટપુર કેન્દ્ર 77.3%, ભીખાપુરા કેન્દ્ર 85.15%, ભેસાવહી 91.38%, ગઢબોરીયાદ કેન્દ્ર 91.67%, ઝોઝ કેન્દ્ર 89.44%, તણખલા કેન્દ્ર 89.30%, ભાટપુર કેન્દ્ર 87.53 %, શિથોલ કેન્દ્ર 93.46% ડીએફ પરાર, નિવૃત્ત આચાર્ય, નસવાડી જિલ્લાના 17 કેન્દ્રનું ગ્રેડ દીઠ પરિણામ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના 17 જેટલાં કેન્દ્રનું કુલ પરિણામ 82.42% ટકા જેટલું નોંધાવા પામ્યું છે. જેમાં ગ્રેડ વાઇસ A1માં 91, A2માં 683, B1માં 1570, B2માં 2380, C1 માં 2435, C2માં 1671 અને Dમાં 198 ગ્રેડ મળ્યા હતા. જ્યારે 17 જેટલાં કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ પાવીજેતપુર કેન્દ્રનું 94.34% અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51 જેટલુ નોંધવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ટોપ-3 વિદ્યાર્થીઓ
    Click here to Read More
    Previous Article
    પાટણમાં RTE પ્રથમ રાઉન્ડમાં 883 બેઠક ફાળવાઈ:105 ખાનગી શાળામાં 895 સામે 2061 અરજી મંજૂર, 12 મે સુધી પ્રવેશ કન્ફર્મ
    Next Article
    સરકારી શાળાના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષમાં ડંકો:મહીસાગરમાં સરકારી શાળાના છાત્રો જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment