Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં RTE પ્રથમ રાઉન્ડમાં 883 બેઠક ફાળવાઈ:105 ખાનગી શાળામાં 895 સામે 2061 અરજી મંજૂર, 12 મે સુધી પ્રવેશ કન્ફર્મ

    7 hours ago

    પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાની 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ 895 બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં 883 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. વાલીઓએ 12 મે સુધીમાં સંબંધિત શાળાઓમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. આરટીઈ પ્રવેશ માટે જિલ્લામાં કુલ 2990 ઓનલાઈન અરજીઓ આવી હતી. ચકાસણી પ્રક્રિયા દરમિયાન 830 અરજીઓ રદ કરવામાં આવી હતી અને 99 અરજીઓ નામંજૂર થઈ હતી. જ્યારે કુલ 2061 અરજીઓ મંજૂર રાખવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 895 બેઠકોના લક્ષ્યાંક સામે 883 બેઠકો પર પ્રવેશ ફાળવીને વાલીઓને જાણ કરવામાં આવી છે. 12 મે પછી બાકી રહેલી 12 બેઠકો અને પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો માટે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. બીજા રાઉન્ડ માટે વાલીઓએ ફરીથી અરજી કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયામાં જુદી જુદી 11 કેટેગરી મુજબ પ્રવેશમાં અગ્રતા નક્કી કરવામાં આવે છે. RTE હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ, 2026 થી શરૂ થઈ હતી, જેની અંતિમ તારીખ લંબાવીને 23 એપ્રિલ સુધી કરવામાં આવી હતી. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 4 મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Does Fahadh Faasil deserve criticism for ‘mediocre’ acting in Patriot that even Mammootty, Mohanlal couldn’t save?
    Next Article
    ધોરણ 10નું પરિણામ જાહેર:છોટાઉદેપુર જિલ્લામાં ધો.10માં ગ્રામ્ય વિસ્તારનું પરિણામ શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment