Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી શાળાના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષમાં ડંકો:મહીસાગરમાં સરકારી શાળાના છાત્રો જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે

    7 hours ago

    બુધવારે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાએ સમગ્ર રાજ્યમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. સામાન્ય રીતે વાલીઓમાં એવી માન્યતા હોય છે કે ખાનગી શાળાઓમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળે છે, પરંતુ કડાણાની PM શ્રી મોડલ સરકારી શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લામાં આવેલી 19 સરકારી શાળાઓમાં પ્રથમ ક્રમ મેળવી આ માન્યતાને ખોટી સાબિત કરી છે. મહિસાગર જિલ્લામાં ડંકો વગાડનારા આ ત્રણેય વિદ્યાર્થીઓ અત્યંત સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા ખાનગી શાળાઓની મોંઘીદાટ ફી ભરી શકે તેમ ન હોવાથી તેમણે સરકારી શાળા પર ભરોસો મૂક્યો હતો. આજે આ બાળકોએ પોતાની અથાગ મહેનત, ધગશ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઝળહળતી સફળતા મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાકભાજીની લારી, સંતાનનું ભવિષ્ય સાથે ખેંચ્યું દીવડા કોલોની વસાહતમાં વર્ષોથી શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ માટે આ ગૌરવની ક્ષણ છે. ધોમધખતા તાપમાં લારી ખેંચતી વખતે તેમણે હંમેશા એક જ સપનું જોયું હતું કે તેમનો દીકરો હર્ષ કુમાર ભણી-ગણીને મોટો માણસ બને. આજે જ્યારે હર્ષ 93.33% સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો છે, ત્યારે અશોકભાઈની વર્ષોની મજૂરી સાર્થક થઈ છે. રસોઈના ધુમાડા વચ્ચે દીકરીના ભવિષ્યનો પ્રકાશ બીજાના ઘરે રસોઈકામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા કાંતિભાઈની દીકરી પ્રવિણાબેન 93.17% સાથે જિલ્લામાં દ્વિતીય ક્રમે આવી છે. કાંતિભાઈએ કાળી મજૂરી કરીને દીકરીને ભણાવી છે. ખાનગી શાળાઓની મોંઘી ફી ભરવાની શક્તિ નહોતી આજે તેમની દીકરીએ આખા જિલ્લામાં નામ રોશન કરીને પિતાની મહેનતને અજવાળી છે. ખેતરના કાદવમાં ખરડાયેલા હાથે સોના જેવી સફળતા લણી ખેતીકામ કરીને પરિવાર ચલાવતા દેવેન્દ્રસિંહની દીકરી વૈશાલી 92.67% સાથે જિલ્લામાં ત્રીજા ક્રમે આવી છે. ખેતરમાં પરસેવો પાડતા પિતાને જોઈને વૈશાલીએ નક્કી કર્યું હતું કે તે પરિણામ દ્વારા પિતાનું માથું ગર્વથી ઊંચું કરશે. દેવેન્દ્રસિંહે મર્યાદિત સંસાધનો વચ્ચે પણ વૈશાલીને હંમેશા પ્રોત્સાહિત કરી, જેનું પરિણામ આજે સમગ્ર જિલ્લાની સામે છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 10નું પરિણામ જાહેર:છોટાઉદેપુર જિલ્લામાં ધો.10માં ગ્રામ્ય વિસ્તારનું પરિણામ શહેરી વિસ્તાર કરતાં 12.1% વધુ આવ્યું
    Next Article
    US-Iran Ceasefire Live Updates: Trump Says Iran Deal 'Very Possible' As Two Sides Discuss 14-Point Meko

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment