Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતું ફ્રીઝ હોવા છતાં ચેક આપ્યો!:દાંતાની એક હાઈસ્કૂલના આચાર્યને 1 વર્ષની કેદ, ₹4.25 લાખ ચૂકવવા પાટણ કોર્ટનો આદેશ

    20 hours ago

    પાટણની જ્યુડિશિયલ કોર્ટે બેંક ખાતું ફ્રીઝ હોવાની જાણકારી હોવા છતાં ચેક આપીને નાણાં ન ચૂકવવાના કેસમાં દાંતાની એક હાઈસ્કૂલના આચાર્યને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને 4.25 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. દાંતા ખાતે આવેલી હાઈસ્કૂલના આચાર્ય શૈલેષકુમાર ચંદ્રવદન મહેતા સામે 4,25,000 રૂપિયાના ચેક રિટર્ન અંગેનો કેસ પાટણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્વાતિ ખત્રીની કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે આરોપી આચાર્યને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ફરિયાદીને ચેકની મૂળ રકમ વળતર પેટે 30 દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો નિર્ધારિત સમયમાં વળતરની રકમ જમા ન કરાવવામાં આવે, તો આરોપીએ વધુ 3 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. દગાખોરી અને બદદાનતનો ઈરાદો આ કેસમાં સજાનું મુખ્ય અને રસપ્રદ કારણ એ સામે આવ્યું છે કે, આરોપી આચાર્ય પોતાના બેંક ઓફ ઇન્ડિયા (દાંતા શાખા)ના ખાતા પર એસીબી અને પોલીસ તપાસના પગલે 5 મે, 2022થી ખાતું ફ્રીઝ (બ્લોક/સીલ) થયેલું હોવાનું સારી રીતે જાણતા હતા. આમ છતાં, તેમણે ફરિયાદી ભાવેશકુમાર નવીનચંદ્ર ઠક્કર (રહે. પાટણ, મૂળ મોટાસડા, ડીસા) પાસેથી સામાજિક કામ અર્થે લીધેલા હાથ-ઉછીના નાણાંની ચુકવણી પેટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022ની તારીખના અનુક્રમે 2,00,000 અને 2,25,000 રૂપિયાના બે ચેક નોટરી સમક્ષ સમાધાન લેખ કરીને લખી આપ્યા હતા. આ ચેક બેંકમાં જમા કરાવતાં 'એકાઉન્ટ બ્લોકેડ'ના શેરા સાથે પરત ફર્યા હતા. અદાલતે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, શાળાના આચાર્ય જેવા જવાબદાર હોદ્દા પર હોવા છતાં અને ખાતું ફ્રીઝ હોવાની પૂર્ણ જાણકારી હોવા છતાં ચેક આપવાથી આરોપીનો પ્રથમથી જ બદદાનત અને દગાખોરીનો ઈરાદો પુરવાર થાય છે. અગાઉનો ગુનાહિત ઇતિહાસ અને કાનૂની બચાવ નામંજૂર પાટણની અદાલતે ચુકાદામાં આરોપી આચાર્યના અગાઉના ગુનાહિત ઇતિહાસ અને જેલવાસનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો છે. બનાસકાંઠામાં સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરવા અંગેની ફરિયાદ પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં (આઈ.પી.સી. કલમ 406, 420, 165, 167, 168 વગેરે હેઠળ) 10 ઓગસ્ટ, 2022ના રોજ નોંધાઈ હતી. આ ગુનામાં ધરપકડ થતાં આરોપી 11 ઓગસ્ટ, 2022થી 21 માર્ચ, 2023 સુધી (આશરે 7 મહિનાથી વધુ સમય) પાલનપુરની સબજેલમાં બંધ રહ્યા હતા. ફરિયાદીએ જ્યારે ચેક બાઉન્સ અંગેની કાનૂની નોટિસ મોકલી ત્યારે આરોપી જેલમાં હોવાથી નોટિસ પરત ફરી હતી, જેને પણ અદાલતે કાયદા મુજબની યોગ્ય બજવણી ગણીને આરોપી પક્ષનો બચાવ ફગાવી દીધો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ બચાવ લીધો હતો કે તેઓ સરકારી કર્મચારી હોવાથી તેમને હેરાન કરવા ખોટો કેસ કરાયો છે. જોકે, અદાલતે તમામ દસ્તાવેજો અને 3 ઓગસ્ટ, 2022ના રોજ નોટરી રૂબરૂ થયેલા સમાધાન લેખને ધ્યાને લઈ અવલોકન કર્યું કે, હાઈસ્કૂલના આચાર્ય જેવો શિક્ષિત વ્યક્તિ કાગળ વાંચ્યા વિના સહી કરી દે તે વાત ગળે ઉતરે તેવી નથી. ફરિયાદી પક્ષે સગા-સંબંધીઓ પાસેથી રકમ મેળવીને નાણાં ધીર્યા હોવાનું સાબિત થતાં અદાલતે આ કેસમાં કડક સજા ફટકારી ન્યાયી ચુકાદો આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'વરસાદ છે એટલે શાંત બેઠા છીએ':ખેડૂત અગ્રણી રાકેશ અમૃતિયાનો હુંકાર- કહ્યું, જેતપરમાં 10 લાખ લોકો એકઠા કરી આંદોલનની રણનીતિ ઘડશું
    Next Article
    નવસારી-બીલીમોરા પંથકના 5000થી વધુ મુસાફરો અટવાયા‎:ભીલાડ પાસે મેમુ ટ્રેન પાટા પરથી ઊતરતા વંદે ભારત અને શતાબ્દી સહિત અનેક ટ્રેનો 2થી 4 કલાક મોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment