Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી-બીલીમોરા પંથકના 5000થી વધુ મુસાફરો અટવાયા‎:ભીલાડ પાસે મેમુ ટ્રેન પાટા પરથી ઊતરતા વંદે ભારત અને શતાબ્દી સહિત અનેક ટ્રેનો 2થી 4 કલાક મોડી

    1 day ago

    પશ્ચિમ રેલવેના મુંબઈ-અમદાવાદ રૂટ પર આવેલા ભીલાડ સ્ટેશન નજીક એક મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે મુંબઈથી વલસાડ- સુરત તરફ આવતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેન પાટા પરથી ઊતરી જતાં નવસારી અને બીલીમોરાના અંદાજે 5000થી વધુ મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રેક ક્લિયર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાના લીધે મુંબઈ તરફથી વલસાડ, સુરત અને અમદાવાદ રૂટ પર જતી અગત્યની ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ ગયા હતા. ટ્રેનોને 2થી 4 કલાક સુધી વિલંબિત થતાં વલસાડ, વાપી અને સુરત સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જામી હતી. ખાસ કરીને દૈનિક અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને લાંબા અંતરના પ્રવાસીઓ સ્ટેશનો પર અટવાઇ પડ્યા હતા. રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ પૂર્ણ કરીને વાહનવ્યવહાર ધીમે-ધીમે પૂર્વવત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનો મોડી પડી અકસ્માતને કારણે વિરાર-સુરત મેમુ, ગુજરાત એક્સપ્રેસ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી, વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા-ઉધના એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનો 2થી 4 કલાક જેટલી મોડી પડી હતી. ટ્રેનો મોડી થતા હેરાન થયા વલસાડથી સુરત-અમદાવાદ રૂટની વિરાર સુરત મેમુ, ગુજરાત એક્સપ્રેસ, બાંદ્રા-સુરત ઇન્ટરસિટી, રાજકોટ- સિકંદરાબાદ એક્સપ્રેસ, વંદે ભારત શતાબ્દી ,બાંદ્રા-ઉધના એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી 2થી 4 કલાક જેટલી લેટ થઇ હતી. આમ ટ્રેનો લેટ થતા હેરાન થઇ ગયા હતા. > રાકેશભાઇ, મુસાફર
    Click here to Read More
    Previous Article
    ખાતું ફ્રીઝ હોવા છતાં ચેક આપ્યો!:દાંતાની એક હાઈસ્કૂલના આચાર્યને 1 વર્ષની કેદ, ₹4.25 લાખ ચૂકવવા પાટણ કોર્ટનો આદેશ
    Next Article
    Driven By iPhones, India's Smartphone Exports Hit Record $9.84 Billion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment