Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શીલજની આનંદ નિકેતન સ્કૂલને રૂ.10 હજારનો દંડ:પુસ્તક અને નાસ્તામાં કાચ મળવાના કિસ્સામાં કેન્ટીન કન્સલ્ટન્ટ-ઇન્ચાર્જ બરતરફ, નવા પ્રિન્સિપાલ નીમવા સૂચના

    11 hours ago

    અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં યુસુફ મલાલાનું પુસ્તક અને નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવવાના બે ગંભીર વિવાદો બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કડક પગલાં લેવાયા છે. DEO રોહિત ચૌધરીની સૂચના બાદ સ્કૂલ પ્રશાસને કરીક્યુલમ ડિઝાઈનર, એજ્યુકેશન કન્સલ્ટન્ટ મુંજા સમ્સ, કેન્ટીન ઈનચાર્જ અને બે સુપરવાઈઝરને બરતરફ કર્યા છે. આ ઉપરાંત સ્કૂલને રૂ. 10 હજારનો દંડ ફટકારીને કાયદેસરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. કેન્ટીન બંધ કરવાનો આદેશ અને દંડ સ્કૂલની કેન્ટીનના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવવાની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને DEO કચેરીએ કેન્ટીન ઈનચાર્જને હોદ્દા પરથી દૂર કર્યા છે. આ ઉપરાંત, ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની યોગ્ય મંજૂરી અને ક્લિયરન્સ મેળવ્યા વિના કેન્ટીન ફરી શરૂ ન કરવા સ્કૂલ પ્રશાસનને આદેશ આપવામાં આવ્યો છે. તેમજ નવા કેન્ટીન ઇન્ચાર્જ નીમવા જણાવાયું છે. તાત્કાલિક નવા પ્રિન્સિપાલની નિમણૂકનો આદેશ DEO કચેરી દ્વારા નોટિસ ફટકારાયા બાદ સ્કૂલે પોતાનો ખુલાસો અને કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે મુજબ ગેરહાજર અને બેદરકાર રહેલા બે સુપરવાઈઝરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા સુપરવાઈઝરો મૂકવામાં આવશે. આ સાથે જ શાળામાં ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક અસરથી નવા પ્રિન્સિપાલની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવતીકાલથી શાળા રાબેતા મુજબ શરૂ થશે વિવાદના પગલે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગાડાય તે માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને આવતીકાલથી શાળાનું શૈક્ષણિક કામકાજ પૂર્વવત અને રાબેતા મુજબ શરૂ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અંધારપટ્ટ સાથે વરસાદ:પાટણમાં વૃદ્ધ અને યુવક ગટરમાં ગરકાવ થતાં માંડ-માંડ બચ્યાં; આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી
    Next Article
    જામનગરમાં શિવાલયોમાં ભક્તો ઉમટ્યા:શ્રાવણ માસનો પ્રારંભે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment