Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શિવાલયોમાં ભક્તો ઉમટ્યા:શ્રાવણ માસનો પ્રારંભે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજ્યો

    10 hours ago

    જામનગર, જેને 'છોટી કાશી' તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાના-મોટા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર શહેરમાં 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સવારથી શિવભક્તોએ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે બિલીપત્ર, અભિષેક અને જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર અને મણીકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ રુદ્રાભિષેક અને જલાભિષેક કરી બિલ્વપત્ર ચડાવી દર્શનનો લાભ લીધો હતો. વર્તમાન સમયમાં કોલેરા અને ચાંદીપુરા જેવા રોગચાળાને ધ્યાનમાં રાખીને, જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયોની કાળજીપૂર્વક સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ વિવિધ શિવ મંદિરોના દ્વારે તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે, શિવ મંદિરોની બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શીલજની આનંદ નિકેતન સ્કૂલને રૂ.10 હજારનો દંડ:પુસ્તક અને નાસ્તામાં કાચ મળવાના કિસ્સામાં કેન્ટીન કન્સલ્ટન્ટ-ઇન્ચાર્જ બરતરફ, નવા પ્રિન્સિપાલ નીમવા સૂચના
    Next Article
    શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યા:ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક અને બિલિપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment