Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના તીઘરામાં તૂટેલા વીજ તારથી ગીર ગાયનું મોત:પશુપાલકને 1 લાખનો ફટકો, DGVCL સામે રોષ

    1 day ago

    નવસારીના તીઘરા વિસ્તારમાં DGVCLની બેદરકારીને કારણે એક પશુપાલકે પોતાની ગીર ગાય ગુમાવી છે. મેઇન રોડ પર તૂટેલા વીજ તારના સંપર્કમાં આવતા ગાયનું વીજ કરંટથી મોત થયું હતું. ગઈકાલે મેઇન રોડ પરથી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઇનનો એક તાર તૂટીને નીચે પડ્યો હતો. આ અંગે કોઈ પગલાં લેવાયા ન હતા, જેથી જીવંત વીજ પ્રવાહવાળો તાર રસ્તા પર જ રહ્યો. આજે સવારે પશુપાલક સુમનભાઈ આહીરની દૂધ આપતી ગીર ગાય આ તારના સંપર્કમાં આવતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ગાયની કિંમત આશરે 1 લાખ રૂપિયા હતી, જેનાથી સુમનભાઈને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઘટના બાદ સ્થાનિક રહીશો અને પશુપાલકો ભેગા થયા હતા. તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની જાળવણીના અભાવ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નારાયણ સરોવર પોલીસે રાત્રી ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપ્યા:રૂ.17,500નો ચોરીનો સામાન પણ જપ્ત
    Next Article
    ગાંધી જયંતિએ રાજ્યના 600 વેપારી એસો.નું નો UPI ડેનું એલાન:50 કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર થઈ શકે, વેપારીએ કહ્યું- GST ઘટાડાની અપીલ કરવાના હતા, આ તો વધારાનો ટેક્સ લાગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment