Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારાયણ સરોવર પોલીસે રાત્રી ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપ્યા:રૂ.17,500નો ચોરીનો સામાન પણ જપ્ત

    1 day ago

    કચ્છના લખપત વિસ્તારમાં રાત્રી દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાનો નારાયણ સરોવર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ચા, ઘી, તેલ, ખાંડ સહિત રોકડ અને અન્ય પરચુરણ સામાન મળી કુલ અંદાજે રૂ.17,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત્રીના સમયે થયેલી ચોરીને પગલે પોલીસે ઘટનાની કડીઓ મેળવવા માટે તપાસ તેજ બનાવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતી અને પોલીસ ટીમની કામગીરીના આધારે શંકાસ્પદ શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સોનલનગર (પાધ્રો), તાલુકો લખપતના રહેવાસી શીવુભા ઉર્ફે સંદીપ ખેતુભા જાડેજા તેમજ કપૂરાશી, તાલુકો લખપતના દયારામ વિપુલભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા શખ્સો પાસેથી દિપક કંપનીની 250 ગ્રામની ચાની 60 પેકેટ, અંદાજે રૂ.5,000ની કિંમતના 500 ગ્રામ ઘીના 15 ડબ્બા, આશરે રૂ.2,000ની કિંમતનો પરચુરણ સામાન અને પડીકાઓ જેવી વસ્તુઓ, રૂ.3,000ની છૂટક રોકડ, એક લીટર તેલના 10 ડબ્બા તેમજ 20 કિલો ખાંડ મળી આવી હતી. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.17,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે ચોરીના ગુનાની વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ ધપાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના નવી બારપટોળીમાં સિંહનો બે વનકર્મી પર હુમલો:એકને કમર પર બીજાને છાતી પર ગંભીર ઈજા; ઝપાઝપીમાં ફોરેસ્ટરની રિવોલ્વર અને કારતૂસ સ્થળ પર પડી જતાં ગુમ
    Next Article
    નવસારીના તીઘરામાં તૂટેલા વીજ તારથી ગીર ગાયનું મોત:પશુપાલકને 1 લાખનો ફટકો, DGVCL સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment