Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતિએ રાજ્યના 600 વેપારી એસો.નું નો UPI ડેનું એલાન:50 કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર થઈ શકે, વેપારીએ કહ્યું- GST ઘટાડાની અપીલ કરવાના હતા, આ તો વધારાનો ટેક્સ લાગશે

    1 day ago

    જો તમે તમારા ખિસ્સામાં રોકડ રાખતા નથી અને ફક્ત UPIથી જ ચુકવણી કરો છો, તો આગામી 2 ઑક્ટોબરે તમે એવું કરી શકશો નહીં. કારણ કે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ આ દિવસે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે આ દિવસે કોઈ પણ વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં. દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 15 ઑક્ટોબર 2026થી નવા UPI MDR નિયમો લાગુ થવાના છે. જેમાં પર્સન-ટુ-પર્સન અને 2,000 સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ MDR લાગશે નહીં. પરંતુ 2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકા અને કેપિટલ માર્કેટ-મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02 ટકાનો MDR નક્કી કરવામાં આવ્યો છે. જેનો વેપારી એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ વેપારીઓ MDR ચાર્જથી મુક્તિ આપવાની માંગ સાથે સરકારના નિર્ણયનો વિરોધ કરશે. રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનોએ UPI પર ટેક્સને લઈને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. ઓટો મોબાઈલ યુનિયન, મોબાઈલ યુનિયન, ઇલેક્ટ્રોનિક્સ યુનિયન, કાપડ માર્કેટ, જ્વેલરી માર્કેટના વેપારીઓ UPI ટ્રાન્જેક્શન નહી સ્વીકારે. એટલું જ નહીં ગાંધી જયંતીના દિવસે જ તમામ વેપારીઓ પોતાના QR કોડ મશીન અને બોર્ડ પર કાળું કપડું ઢાંકી માત્ર રોકડથી વ્યાપાર કરશે. ત્યારે આ વિરોધના દિવસે અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે? મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે MDR, આ એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં. 'ડિજિટલ ટ્રાન્જેક્શનની જાહેરાત કરી લોકોને આદત પાડી' અમદાવાદ ફર્નિચર એસોસિએશનના પ્રેસિડન્ટ દિનેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, અત્યારે વેપારીઓ અલગ-અલગ પ્રકારે કેટલાય ટેક્સ ભરી રહ્યા છે. અત્યારે બજારમાં મંદી ચાલી રહી છે ત્યારે વેપારીઓ ધંધો બેઠો થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. મોંઘવારી વચ્ચે ખૂબ મહેનત કરી વેપારીઓ બિઝનેસને પ્રગતિ સુધી પહોંચાડતા હોય છે. અમે તો આગામી સમયમાં GST ઘટાડવા માટે અપીલ કરવાના હતા જ્યારે હવે વધારાનો ટેક્સ લાગી જશે. ડિજિટલ ટ્રાન્જેક્શન માટે અનેક જાહેરાતો કરી લોકોને તેની આદત પાડવામાં આવી હતી. જ્યારે લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન કરતા થઈ ગયા ત્યારે હવે તેમના પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. જેથી આ પ્રકારના નિયમો લાગુ ન કરવા જોઈએ તેવી અમારી માંગણી છે. 'UPIથી જે લોકો ટ્રાન્જેક્શન કરે તેમને ડિસ્કાઉન્ટ આપવું જોઈએ' વધુમાં દિનેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, અત્યારે 90 ટકા કરતાં વધુ લોકો UPI દ્વારા જ ટ્રાન્જેક્શન કરતા હોય છે. કોઈપણ ગ્રાહક પાસે રોકડા રૂપિયા હાથમાં, ખિસ્સામાં કે જોડે હોતા નથી. નાનામાં નાના ફેરિયાઓથી લઈને મોટામાં મોટા વેપારીઓ પાસે લોકો ઓનલાઈન જ ટ્રાન્જેક્શન કરતા હોય છે. UPIની લોકોને આદત લગાડી તેના પર આ પ્રકારના નિયમો કેમ લાગુ કરવામાં આવે છે તે આશ્ચર્યની વાત છે. UPIથી જે લોકો ટ્રાન્જેક્શન કરે તેમને ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. કાર્ડથી પેમેન્ટ કરીએ છીએ તો ઘણી બધી જગ્યાએ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. જેથી ડિજિટલ પેમેન્ટમાં ભારત પહેલા નંબરે છે તો તેને ટકાવી રાખવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જેના કારણે અમે આ પ્રકારના નિયમનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. 'બેન્કિંગ સિસ્ટમમાં જ કોઈપણ નાની મોટી પ્રોવિઝન નાખી પૈસા ઉઘરાવો' ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળના ચેરમેન જયેન્દ્રભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, સરકારને UPI પર ચાર્જ લગાવી પૈસા ભેગા કરવા છે તો અમે તેનું સન્માન કરીએ છીએ અમને તેનાથી કોઈ વિરોધ નથી. અમારો વિરોધ એટલા માટે છે કે, જે નાના નાના વેપારીઓ UPIને સ્વીકારી લીધું છે અને વર્ષોથી તેનો ઉપયોગ કરે છે તેમને આમાં સંડોવવામાં તે યોગ્ય નથી. જો તમારે પૈસા જ ઉઘરાવવા હોય તો તમે બેન્કિંગ સિસ્ટમમાં જ કોઈપણ નાની મોટી પ્રોવિઝન નાખી ઉઘરાવી શકો છો. અમારા સરકાર પાસેના અનુભવ ખૂબ ખરાબ છે જેથી અમે નાના વેપારીઓને આમાં ન સમાવવા માટે વિરોધ કરીએ છીએ. કેટલાય ધંધા એવા હોય છે કે જેમાં 2થી 3 ટકા મળતા હોય જેથી વેપારીઓ કમાતા હોય છે. તેમજ GST સાથે આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવે તો તે જરાય પણ વ્યાજબી નથી. 'વેપારીઓ સાથે કેમ ચર્ચા કરવામાં ન આવી' જયેન્દ્ર તન્નાનું કહેવું છે કે, અમે સરકાર સામે લડવા નથી જતા અમારી સમસ્યાઓ બતાવવા માટે જઈએ છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશું. લોકોને ચીજ વસ્તુઓ ખરીદવામાં તકલીફ ન પડે તે માટે અગાઉથી જાહેરાત કરીએ છીએ. અમે અમારા ધંધામાં ખોટ ખાઈને સરકારને કહેવા માગીએ છીએ અમારો કેટલો વિરોધ છે. સરકાર જ્યારે બીજી નીતિ જાહેર કરે ત્યારે કહેતી હોય છે આટલા લોકો સાથે પરામર્શ કર્યું છે. તો અમારા જેવા વેપારીઓ સાથે કેમ ચર્ચા કરવામાં ન આવી અને સીધો ફતવો બહાર પાડી દેવામાં આવ્યો છે. જયેન્દ્ર તન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને લગ્ન સુધીની ખરીદી UPI દ્વારા જ કરવામાં આવે છે. જેથી અમારી માંગ છે કે સામાન્ય નાગરિક અને વેપારીઓને આમાંથી બાકાત રાખવામાં આવે. પહેલા 2 ટકા સર્વિસ ટેક્સ લગાવવામાં આવ્યો ત્યારબાદ તે 18 ટકા સુધી વધારી દેવામાં આવ્યો. જેથી UPI માં પણ એવું જ કરવાની સરકારની તૈયારીઓ છે. જે પૈસા લોકોના ઘરમાં રહેતા હતા તે અત્યારે બેન્કમાં રહે છે તો તેમાં સરકારનો જ વાંધો છે. 2 ઓક્ટોબરે વેપારીઓ અસંતોષ બતાવશે જે બાદ 15 તારીખ સુધીમાં સરકાર યોગ્ય જાહેરાત કરશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના તીઘરામાં તૂટેલા વીજ તારથી ગીર ગાયનું મોત:પશુપાલકને 1 લાખનો ફટકો, DGVCL સામે રોષ
    Next Article
    "No Jealousy, No Comparison": India Star On Sooryavanshi. It's Not Samson

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment