Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા:પાદરા તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું, ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી એક હજાર જેટલા કાર્યકરોએ AIMIMમાં જોડાવવાની જાહેરતા કરી હતી. ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યો આતી ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ AIMIMની સદસ્યતા લીધી હતી. આ નારાજગીનું મુખ્ય કારણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં અસંતોષ છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવાથી ઘણા કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. 'મારી જોડે મતદારો અને કાર્યકર્તાઓ છે, છતાં ટિકિટની ફાળવણી કરી નથી' આ અંગે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ અબ્દુલભાઈ નૂરભાભાઈ જબ્બારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ઘણા ટાઈમથી સક્રિય કાર્યકર છું અને ગઈ ટર્મમાં વડોદરા જિલ્લા લઘુમતી સેલનો મહામંત્રી હતો. મારી જોડે એટલા બધા મતદારો અને કાર્યકર્તાઓ છે છતાં ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે અમે 1000થી 1200 લોકો સાથે AIMIMમાં જોડાઈ રહ્યા છીએ અને આ સીટ પર મહેનત કરી અમે જીતીશું. મને મારા મતદારો પર ભરોસો છે કે અમે અવશ્ય જીતીશું. કાર્યકર્તાઓમાં અસંતોષથી કોંગ્રેસમાં ભંગાણ ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ કાર્યક્રમોમાં ટીકીટ ન મળતા નારાજગી હોય છે. ત્યારે ક્યારેક આ ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસમાં પડેલા ભંગાણ આગામી ચૂંટણી પર અસર પડે તેવી શક્યતાઓ છે. ત્યારે કાર્યકર્તાઓમાં અસંતોષ કેટલો ખતરારૂપ બને છે તે તો આવનાર સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કેસમાં આરોપીને સજા:વડોદરામાં સગીરાની જાતીય સતામણીના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો
    Next Article
    NDPS ગુનામાં ફરાર આરોપી ઝડપાયો:ગીર સોમનાથ LCBની સફળ કાર્યવાહી, ગુપ્ત ઓપરેશન પાર પાડીને આરોપીને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment