Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની, 1 મુસાફરનું મોત:મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા, 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદમાં AMTS ભડકે બળી

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે ગત (12 માર્ચ) મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી આ બસમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, તેમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. બીજી એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ AMTS બસમાં આગ લાગી હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને આગ શરૂ થઈ ગઈ હતી. જો કે, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. બનાસકાંઠા મુસાફરો ગાઢ નિદ્રામાં હતા ને આગ ફાટી નીકળી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જીવ બચાવવા મુસાફરોની બારીમાંથી છલાંગ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે ચાલુ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ અફરાતફરીમાં એક મુસાફર આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, સારવાર માટે ખસેડાયા એક મુસાફરે જણાવ્યું હતું કે, અમે જેસલમેર લગ્ન પતાવીને અમદાવાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. આગ કેવી રીતે લાગી એ ખબર નથી પણ બધા માણસો બસમાં ફસાઇ ગયા હતા. જેઓને હાલ સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બચાવ કામગીરી અને તંત્રની દોડધામ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. રાજસ્થાનથી પણ ફાયર ફાઈટરો બોલાવવાની ફરજ પડી આગ પર કાબૂ મેળવવા માટે ધાનેરા નગરપાલિકા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોરથી પણ ફાયર ફાઈટરોને બોલાવવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસ તપાસ શરૂ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. હાઈવે પર અકસ્માતને કારણે ખોરવાયેલો ટ્રાફિક પોલીસે પુનઃ કાર્યરત કરાવ્યો હતો. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પાલડીમાં પેસેન્જર લેવા ઊભેલી બસ ભડકે બળી બીજી એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઉભી રહી ત્યારે, એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. તેથી ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગનું ફૂડ ચેકિંગ અભિયાન:2 વર્ષમાં 219 નમૂના લેવાયા, 14 ફેઈલ, પનીર, તેલ અને ઘીમાં મોટાપાયે ભેળસેળ, રૂ.2.78 લાખનો દંડ ફટકારાયો
    Next Article
    જાહેરમાં મારામારીના LIVE વીડિયો:સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર પાણીપુરીના ધંધાર્થીઓ વચ્ચે લોહીલુહાણ જંગ, લાકડાના ફટકા ઉછળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment