Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગનું ફૂડ ચેકિંગ અભિયાન:2 વર્ષમાં 219 નમૂના લેવાયા, 14 ફેઈલ, પનીર, તેલ અને ઘીમાં મોટાપાયે ભેળસેળ, રૂ.2.78 લાખનો દંડ ફટકારાયો

    12 hours ago

    નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાં પનીર, ઘી અને ખાદ્ય તેલ જેવા પદાર્થો સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે, જેમાંથી બે વર્ષમાં કુલ 218 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 14 નમૂના ફેઈલ થયા હતા, જેમાં પનીરના 5, તેલના 5 અને ઘી ના 2 નમૂનાઓમાં ભેળસેળ જોવા મળી હતી, ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા બે વર્ષમાં દૂધ, ઘી, પનીર, માવા, તેલ સહિત અન્ય ચીજ વસ્તુઓના જુદા જુદા નમુના લેવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2024માં કુલ 74 નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ વર્ષ 2025 માં 142 નમૂના લેવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2026 માં 3 નમૂના લેવામાં આવ્યા હતા, આમ કુલ 219 ખાદ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, છેલ્લા બે વર્ષના આંકડા પર પર નજર કરીએ તો, મનપા દ્વારા લેવામાં આવેલા પનીર, દૂધ, ઘી, માવા અને અન્ય ચીજવસ્તુઓ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં દૂધના 10, ઘીના 20, પનીરના 16, માવાના 11 તેમજ અન્ય ચીજવસ્તુઓના 161 નમૂના મળી કુલ 219 નમૂનાઓમાંથી 14 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં ઘી ના 2 નમૂના, પનીર ના 5 નમૂના, તેલ ના 5 નમૂના તથા અન્ય 2 નમૂના મળી કુલ 14 નમૂના ફેઈલ થયા હતા, જેના પગલે કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વર્ષ 2024 ની સરખામણીએ 2025માં નમૂના લેવાની સંખ્યામાં લગભગ બમણો વધારો થયો છે, ​આરોગ્ય વિભાગ દ્વારા માત્ર નમૂના લઈને સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરના પગલાં પણ લેવામાં હતા, જેમાં કુલ 14 ફેલ નમૂનાઓ પૈકી 5 પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી એજ્યુડિકેટિંગ ઓફિસર દ્વારા રૂ.2,78,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીની 9 પેઢીઓ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમજ દિવાળીના તહેવારો દરમિયાન તંત્રએ બાતમીના આધારે 1875 કિગ્રા ખાદ્ય તેલનો રિપોર્ટ ફેઈલ આવતા તેની સામે કાર્યવાહી કરી અંદાજિત રૂ.2,62,500 ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો, આ તેલનો રિપોર્ટ પણ ફેલ આવતા હવે તેલના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગો માટે મનપામાં નોકરીની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકામાં વિવિધ સંવર્ગની 41 જગ્યાઓ માટે 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે, મેડિકલ ઓફિસરથી લઈ પર્યાવરણ ઈજનેર સહિતની પોસ્ટ
    Next Article
    રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની, 1 મુસાફરનું મોત:મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા, 6થી વધુ ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદમાં AMTS ભડકે બળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment