Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં 53% મતદાન:વાલોડમાં વરરાજાએ લગ્નની જાન પ્રસ્થાન થાય તે પહેલાં મતદાન કર્યું

    2 days ago

    તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે મતદાન યોજાઈ રહ્યું છે. તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની 26, તાલુકા પંચાયતની 134 તેમજ વ્યારા નગરપાલિકાની 28 બેઠકો મળી કુલ 188 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાંથી 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા બાકી બેઠકો માટે મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન માટે જિલ્લાભરમાં કુલ 755 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 40 મથકો સંવેદનશીલ અને 11 મથકો અતિ-સંવેદનશીલ જાહેર કરાયા છે. આવા મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 4,320 જેટલો મતદાન સ્ટાફ અને 1,598 પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત છે.ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે 25 ચૂંટણી અધિકારીઓ, 33 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 131 ઝોનલ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન:લખતર ગામે AAP અને ભાજપના આગેવાનો વચ્ચે બબાલ; ક્યાંક કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ, તો ક્યાંક મતદાનનો બહિષ્કાર
    Next Article
    સુરતમાં બેફામ ટ્રક અડફેટે આધેડનું કમકમાટીભર્યું મોત:સુમુલ ડેરીના ટ્રકની ટક્કરે બાઈક સવાર બંને ભાઈઓ રોડ પર ઘસડાયા, ઘરના મોભીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment