Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બેફામ ટ્રક અડફેટે આધેડનું કમકમાટીભર્યું મોત:સુમુલ ડેરીના ટ્રકની ટક્કરે બાઈક સવાર બંને ભાઈઓ રોડ પર ઘસડાયા, ઘરના મોભીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

    2 days ago

    સુરતના કતારગામ વિસ્તારમાં અલ્કાપુરી બ્રિજ નીચે પુરઝડપે આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે એક મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 54 વર્ષીય કાંતિભાઈ ગેવરીયાનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં તેમના નાના ભાઈ વજુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ટ્રકે ટક્કર મારતા બંને ભાઈઓ રોડ પર પટકાયા નાના વરાછાના રહેવાસી વજુભાઈ ગેવરીયા (ઉ.વ. 52) અને તેમના મોટા ભાઈ કાંતિભાઈ પોતાની મોટરસાયકલ (GJ-05-KC-1111) પર જૂના કતારગામથી બેડ લેવા માટે નીકળ્યા હતા. અલ્કાપુરી બ્રિજ નીચે સર્કલ પાસે વણાંક લેતી વખતે પાછળથી આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે (GJ-21-Y-6900) તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે બંને ભાઈઓ રોડ પર પટકાયા બાદ ટ્રકની નીચે અમુક અંતર સુધી ઘસડાયા હતા. આધેડનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત દુર્ઘટના બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વજુભાઈને વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ઈજાઓ પામેલા કાંતિભાઈને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા અને સરથાણામાં રહેતા કાંતિભાઈના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે 18 વર્ષીય ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો કતારગામ પોલીસે આ મામલે ટ્રક ચાલક પ્રિન્સ સંજયભાઈ પાલ (ઉ.વ. 18, રહે. મહિધરપુરા) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો 281, 106(1), 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમ હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીએસઆઈ મુકેશભાઈ કાનાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તાપી જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં 53% મતદાન:વાલોડમાં વરરાજાએ લગ્નની જાન પ્રસ્થાન થાય તે પહેલાં મતદાન કર્યું
    Next Article
    Muslim Area Voting Live | મુસ્લિમ વિસ્તારોમાં બમ્પર વોટિંગ, મહિલાઓનો દબદબો | Sthanik Swaraj Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment