Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો, નીરજા ગુપ્તાનું વધુ એક કારસ્તાન:પિયુષ પટેલે બિલ પાસ કરવા મંજૂરી આપી, ગુજરાત યુનિ.એ 1 હજાર કોપીના 4.14 લાખ ચૂકવ્યા

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. નીરજા ગુપ્તાએ એક પુસ્તક લખ્યું હતું તે જ પુસ્તક ગુજરાત યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટમાંથી તેમની જ સહીથી ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે પુસ્તક માટેના રુપિયા 4.14 લાખ એક સંસ્થાને ચુકવવામાં આવ્યા હતા. આ વિવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી જોવા મળી હતી. આ અંગે પણ તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. નીરજા ગુપ્તાએ ભરતી કરેલા સોનલ મલ્હોત્રાએ ઓર્ડર આપ્યો હતો નીરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ પૂરો થયો હતો તે અગાઉ નીરજા ગુપ્તા દ્વારા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાંથી સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ નામનું પુસ્તક ખરીદવા 18 મે 2026ના રોજ ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ ઓર્ડર પણ નીરજા ગુપ્તા દ્વારા કરવામાં આવેલા ભરતીના સોનલ મલ્હોત્રાએ કર્યો હતો. સોનલ મલ્હોત્રા IISના કો-ઓર્ડીનેટર હતા. 'પ્રભાત પ્રકાશ' સંસ્થાને 4.14 લાખ રૂપિયાના બિલની ચૂકવણી નીરજા ગુપ્તા દ્વારા આયોજન પૂર્વક અલગ અલગ વિભાગમાં પોતાના જ અંગત લોકોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાંથી સોનલ મલ્હોત્રાની પણ IISમાં હંગામી નિમણૂક કરવામાં આવી હતી. જેથી સોનલ મલ્હોત્રા દ્વારા 1 હજાર પુસ્તક ખરીદી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર થયા બાદ પ્રભાત પ્રકાશ નામની સંસ્થાને 4.14 લાખ રૂપિયાના બિલની ચૂકવણી કરવાની હતી. આ બિલની ચૂકવણી માટે રજીસ્ટ્રારને લેખિતમાં જાણ કરવાના આવી હતી જેમાં સોનલ મલ્હોત્રા અને નીરજા ગુપ્તા બંનેની સહી હતી. રજિસ્ટ્રાર પિયૂષ પટેલે બિલને મંજૂરી આપી હતી નીરજા ગુપ્તાએ પોતે જ જે પુસ્તક લખ્યું હતું તે પુસ્તકની ખરીદી કરી હતી અને પોતાના પુસ્તક માટે પૈસા ચૂકવવા રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી. ત્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા આ બિલ પાસ કરવા મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. આ અગાઉ પણ અનેક વખત રજીસ્ટ્રાર પિયુષ પટેલ નીરજા ગુપ્તા સાથેના વિવાદમાં સામેલ હોય તે સાબિત થઈ ચૂક્યું છે, જેથી પિયુષ પટેલ સામે પણ હવે નિવૃત જજની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. નીરજા ગુપ્તા સામે રજૂઆત કે પુરાવા આપવા 20 દિવસનો સમય નીરજા ગુપ્તાએ પોતાના કાર્યકાળ પૂરો થાય તે અગાઉ જ આયોજન પૂર્વક રજીસ્ટ્રાર પિયુષ પટેલની મદદથી લાખો રૂપિયાના બિલ પાસ કર્યા છે. જેના અગાઉ કેટલાક પુરાવા સામે આવ્યા હતા અને વધુ એક પુરાવો સામે આવ્યો છે. તપાસ કમિટી દ્વારા 20 દિવસમાં સામાન્ય નાગરિકો અને યુનિવર્સિટીના કર્મચારીઓ પાસે પણ નીરજા ગુપ્તા વિરુદ્ધ કોઈ પુરાવા કે રજૂઆત હોય તો તે કરવા જણાવ્યું છે, જેથી નીરજા ગુપ્તા સામેની તપાસમાં વધુ મુદ્દો હવે ઉમેરાશે. આ પણ વાંચો: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે સત્ય શોધક સમિતિ રચાઈ
    Click here to Read More
    Previous Article
    કેરળમાં મિની કૂપર અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત:પુરપાટ ઝડપે કારે ત્રણને ઉડાવ્યા, લોકોએ ડ્રાઈવરને ઝડપ્યો; પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો
    Next Article
    જીગરદાન ગઢવીના 'સાચી નવરાત્રિ'માં ફાયર NOC વગર ગરબા:અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment