Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો 'હીટવેવ એક્શન પ્લાન':બપોરે 1 થી 4 શ્રમિકોને આરામ અને શાળાઓના સમયમાં ફેરફારની સૂચના, જાહેર બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

    11 hours ago

    ઉનાળાની શરૂઆતની સાથે જ વધતા જતા તાપમાન અને આગામી સમયમાં હીટવેવની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકા સજ્જ બની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શહેર માટે 'હીટવેવ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન અંતર્ગત નાગરિકોના સ્વાસ્થ્ય અને કામદારોની સુરક્ષા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ટેકનિકલ અને ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના અપાઈ છે કે, બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન આકરા તાપમાં કામ કરતા મનપાના સ્ટાફ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પૂરતો આરામ મળી રહે તેવી વ્યવસ્થા કરવી, બિલ્ડર એસોસિએશન સાથે સંકલન કરી આ સમયગાળા દરમિયાન કામગીરી ટાળવા જણાવાયું છે, તેમજ શહેરના જાહેર બગીચાઓ સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે, તેમજ મુખ્ય રસ્તાઓ, બસ સ્ટેન્ડ અને ગીચ વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા અને ORS કોર્નર ઉભા કરવામાં આવશે, શાળાઓમાં બાળકોને હીટવેવથી બચવા માર્ગદર્શન આપવા અને જરૂર જણાય તો શાળાના સમયમાં ફેરફાર કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, ​આરોગ્ય વિભાગને હીટસ્ટ્રોકના કેસો માટે દવાઓ અને મેડિકલ સ્ટાફ સજ્જ રાખવા તેમજ દૈનિક મોનીટરીંગ કરવા આદેશ અપાયા છે બીજી તરફ, પશુઓને ગરમીથી બચાવવા માટે ઢોર ડબ્બામાં સ્પ્રિંકલર અને ગ્રીન નેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, ​સોલિડ વેસ્ટ વિભાગને કચરો સળગાવવાના બનાવો રોકવા અને સફાઈ કામદારો માટે પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા જણાવાયું છે તેમજ ફિલ્ટર વિભાગને શહેરમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરોની વ્યવસ્થા જાળવી રાખવા સૂચના અપાઈ છે ભાવનગર મહાનગરપાલિકાએ નાગરિકોને પણ વિનંતી કરી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષિતા રાઠોડે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IG તરીકે ચાર્જ સંભાળ્યો:પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો
    Next Article
    કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો વિદ્યાર્થી નીકળ્યો:ધો.10ની પરીક્ષા ન આપવા પ્રેંક, મેસેજમાં લખ્યું-'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ ટુમોરો, ગોડ ઈઝ ગ્રેટ, અલ્લાહુ અકબર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment