Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમના નોરતે ભદ્રકાળી મંદિરે 1 કિમી લાંબી લાઈન, માતાજીની આરતી:અમદાવાદના નગરદેવીના આજના દિવ્ય સ્વરૂપના દર્શનથી સુખ-શાંતિ, સમૃદ્ધિ મળે છે; પાવાગઢમાં પગ મુકવાની જગ્યા નહિ

    11 hours ago

    આસો નવરાત્રિના મહા આઠમના પવિત્ર દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે જનમેદની ઉમટી પડી હતી. દર્શનાર્થીઓની 1 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઉભા રહી મા ભદ્રકાળીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ નિમિત્તે મંદિર પરિસરનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભક્તિમય માહોલનો સુંદર નજારો જોવા મળે છે. બીજી તરફ, શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં આવતીકાલે આઠમની ઉજવણી કરાશે. આજે સાતમુ નોરતું અને રવિવારની રજા હોવાથી સવારના 5 વાગ્યાથી ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડ્યા હતાં. મંગળા આરતી સાથે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિમાં મહા આઠમના દર્શન અને આરતીનું મહાત્મ્ય નવરાત્રિ પર્વમાં મહા આઠમ (દુર્ગાષ્ટમી)ના દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ દિવસે માતાજીના શક્તિ સ્વરૂપની ખાસ આરાધના, હવન અને મહાઆરતી યોજવામાં આવે છે. માન્યતા મુજબ, આઠમના પવિત્ર દિવસે નગરદેવી ભદ્રકાળીના દિવ્ય સ્વરૂપના દર્શન અને આરતીનો લાભ લેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણોસર આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે માઈભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે. નગરદેવી ભદ્રકાળી મંદિરનો પૌરાણિક ઈતિહાસ અમદાવાદ શહેરના ભદ્રના કિલ્લા પરિસરમાં આવેલું શ્રી ભદ્રકાળી મંદિર શહેરનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થાન છે. ઈ.સ. 1411માં અહમદશાહ બાદશાહે અમદાવાદની સ્થાપના કરી તે પૂર્વેથી જ નગરદેવી તરીકે મા ભદ્રકાળી અહીં બિરાજમાન હોવાની માન્યતા છે. અમદાવાદની સ્થાપના અને સમૃદ્ધિ પાછળ નગરદેવીની કૃપા હોવાનું લોકમુખે કહેવાય છે. સમય જતાં ઐતિહાસિક બદલાવો વચ્ચે પણ આ મંદિર અમદાવાદ શહેરનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. નગરજનો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લઈને જ કરે છે. પાવાગઢમાં સાતમા નોરતે અને રવિવારની રજામાં ભક્તોનું ઘોડાપૂર, 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના દર્શન કર્યા આસો નવરાત્રિના સાતમા નોરતા પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે માઈભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર પાવાગઢ 'જય મહાકાળી'ના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. નવરાત્રિમાં માતાજીના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી અને રજાનો દિવસ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. માઈભક્તોએ યાત્રા કરી માતાજી સમક્ષ પરિવારની સુખ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, જેના કારણે યાત્રાધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. આવતીકાલે આઠમના નોરતે નવચંડી યજ્ઞ, હવન-પૂજા સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ થશે આવતીકાલે આઠમા નોરતે વર્ષો જૂની પરંપરા મુજબ સાંજે 4 વાગ્યે મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી યજ્ઞ અને હવન-પૂજાનું આયોજન કરાયું છે. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા મહાકાળીની વિશેષ પૂજા-અર્ચના કરાશે અને હવનકુંડમાં નાળિયેર હોમી આરાધના કરાશે. આ યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માઈભક્તો અને યાત્રાળુઓ જોડાશે. આ ભવ્ય હવન-પૂજા સાથે જ પાવાગઢ ખાતે નવરાત્રી ઉત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ઇમરાન ખાન ભારત છોડવાની નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યો:નોટિસને ગેરકાયદેસર ગણાવી; એક્ટર પાસેથી OCI કાર્ડ રદ કરવા અંગે માંગવામાં આવ્યો જવાબ
    Next Article
    ધર્માન્તરણ, લવ જેહાદ, કુસંસ્કારોના પૂતળાનું દહન થશે:રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે, બહેનોનું શસ્ત્ર પ્રદર્શન નિહાળવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment