Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમરાન ખાન ભારત છોડવાની નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યો:નોટિસને ગેરકાયદેસર ગણાવી; એક્ટર પાસેથી OCI કાર્ડ રદ કરવા અંગે માંગવામાં આવ્યો જવાબ

    11 hours ago

    એક્ટર ઇમરાન ખાને ભારત છોડવાની નોટિસને શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. તેણે તેને મનસ્વી, ગેરકાયદેસર અને અસંવૈધાનિક ગણાવી છે. મુંબઈની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)એ શનિવારે તેને બીજી નોટિસ પણ મોકલી છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે તેનું ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ શા માટે રદ ન કરવું જોઈએ. ઇમરાનને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પહેલી નોટિસમાં તેમને 28 ઑક્ટોબર પહેલાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઇમરાને પોતાના વકીલ ઝુલ્ફિકાર મેમણ અને MZM લીગલ મારફતે અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન કાયદા અથવા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી, જે OCI કાર્ડધારકને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થવાથી રોકે. ઇમરાન તરફથી જણાવાયું કે પોલીસે નોટિસ જારી કરતી વખતે કોઈ કારણ જણાવ્યું નહોતું અને તેના સમર્થનમાં દસ્તાવેજો પણ આપ્યા નહોતા. તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ મળી નહોતી. અરજીમાં 10 ઑક્ટોબરે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવવાને પણ ખોટું ગણાવવામાં આવ્યું છે. ઇમરાને જણાવ્યું કે નોટિસથી બંધારણના અનુચ્છેદ 14 અને 21નું ઉલ્લંઘન થયું છે. તેણે આક્ષેપ કર્યો કે તેના વિરુદ્ધ કાર્યવાહી એક રાજકીય પક્ષના નેતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી. અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો કે યોગ્ય કાનૂની પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કેમ કરવામાં આવ્યું નહીં. ઇમરાને નોટિસ જારી કરવાનો આધાર પણ જાણવા માગ્યો છે. આ મામલે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી શકે છે. 10 ઑક્ટોબરે પ્રદર્શનમાં પહોંચ્યા હતા ઇમરાન ઇમરાન ખાને 10 ઑક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગને લઈને યોજાયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પોલીસે તેમને ઑગસ્ટ ક્રાંતિ મેદાન પહેલાંના બેરિકેડ પર રોકી દીધા હતા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઇમરાને કહ્યું કે બાદમાં તેમને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ કેસમાં તેમનું નામ FIRમાં નોંધાયેલું છે. તેની કાનૂની ટીમે પોલીસ પાસેથી વિસ્તારના CCTV ફૂટેજ આપવાની માંગ કરી છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે તેઓ પ્રદર્શનમાં સામેલ હતા કે નહીં. તેમના વકીલે જણાવ્યું કે ઇમરાન તે દિવસે નાના ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તો બંધ હોવા અને મીડિયાકર્મીઓના સવાલો પૂછવા પર તેમણે નિવેદન આપ્યું હતું. કિરીટ સોમૈયાની ફરિયાદથી શરૂ થયો સમગ્ર વિવાદ આ સમગ્ર મામલાની શરૂઆત ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની ફરિયાદ બાદ થઈ હતી. સોમૈયાએ મુંબઈ પોલીસ અને એફઆરઆરઓને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, અમેરિકન નાગરિક હોવાને કારણે ઇમરાન ખાનનું રાજકીય પ્રદર્શનમાં સામેલ થવું OCI નિયમો અને વીઝાની શરતોનું સીધું ઉલ્લંઘન છે. નાગરિકતા કાયદા મુજબ, ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને ભારતમાં રહેવાની અને અવરજવર કરવાની સુવિધા મળે છે, પરંતુ તેમને ભારતમાં કોઈ રાજકીય અધિકાર નથી અને તેઓ કોઈ આંદોલનમાં ભાગ લઈ શકતા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા CJPના પ્રદર્શનમાં સામેલ થવાને કારણે જ આ સમગ્ર કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. નાગરિકતા કાયદા મુજબ, ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકોને ભારતમાં રહેવા અને આવવા-જવાની સુવિધા મળે છે, પરંતુ તેમને ભારતમાં કોઈ રાજકીય અધિકાર કે આંદોલનમાં ભાગ લેવાની મંજૂરી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા સીજેપીના પ્રદર્શનમાં સામેલ થવાના કારણે જ આ સંપૂર્ણ કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. ઇમરાનની કમબેક ફિલ્મની રિલીઝ પર અસર મિડ-ડેના અહેવાલ મુજબ, ઇમરાન ખાનની કમબેક ફિલ્મ ‘અધૂરા હમ અધૂરા તુમ’ની રિલીઝ અને પ્રમોશન પર અસર પડી શકે છે. ફિલ્મને ડિસેમ્બરમાં નેટફ્લિક્સ પર રિલીઝ કરવાની યોજના હતી. ઇમરાન દિવાળી બાદ તેનું પ્રમોશન શરૂ કરવાના હતા, પરંતુ હાલની પરિસ્થિતિને કારણે યોજના પર સવાલો ઊભા થયા છે. અહેવાલ મુજબ, સ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી ફિલ્મની ટીમ પ્રમોશન શરૂ કરવા માંગતી નથી. જોકે, ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઇમરાન છેલ્લે 2015માં આવેલી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યા હતા. લગભગ 11 વર્ષ બાદ તેઓ ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘અધૂરા હમ અધૂરા તુમ’થી કમબેક કરવા જઈ રહ્યા છે. ઇમરાનને લઈને ફિલ્મી હસ્તીઓના અલગ-અલગ મત ઇમરાનને નોટિસ મળતા ફિલ્મમેકર કિરણ રાવે ઇન્સ્ટાગ્રામ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે લખ્યું, “વાહ, હવે આ મુંબઈ પોલીસ કરી રહી છે?” અભિનેત્રી સબા આઝાદે પણ આ કાર્યવાહી ખોટી ગણાવી. બીજી તરફ, એક્ટર રઝા મુરાદે આ કાર્યવાહીનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે કોઈ વિદેશી નાગરિકને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. એક્ટર ગજેન્દ્ર ચૌહાણે પણ FRRO અને સરકારના પગલાની પ્રશંસા કરી. તેમણે ઇમરાનને 28 ઑક્ટોબર સુધીનો સમય આપવાને બદલે 24 કલાકમાં દેશમાંથી બહાર કરવાની માંગ કરી.
    Click here to Read More
    Previous Article
    પોસ્ટના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત:60 દિવસના પગાર જેટલી રકમ મળશે, ખાતામાં મહત્તમ 13,816 રૂપિયા જમા થશે
    Next Article
    આઠમના નોરતે ભદ્રકાળી મંદિરે 1 કિમી લાંબી લાઈન, માતાજીની આરતી:અમદાવાદના નગરદેવીના આજના દિવ્ય સ્વરૂપના દર્શનથી સુખ-શાંતિ, સમૃદ્ધિ મળે છે; પાવાગઢમાં પગ મુકવાની જગ્યા નહિ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment