Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોની પરિવાર આપઘાત: પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું:35 લાખનું દેવું ભરવા મકાન વેચ્યું, ધંધા માટે ખાટુશ્યામની બાધા રાખી; વડોદરા પોલીસને ત્રણ પેજની સુસાઇડ નોટ મળી

    11 hours ago

    વડોદરામાં 'ઝેપ્સ હેલ્થ કરે' કંપનીના માલિક આરતીબેન સોનીએ મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. 50 વર્ષીય માતાએ બે પેજ અને પુત્રીએ એક પેજ એમ ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી સોની પરિવારે પંખે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટ પરથી પતિ, માતા-પિતા અને ભાઈનું મોત તેમજ આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાનો સામે આવ્યું છે. 33થી 35 લાખ બાકી લોનના પૈસા ભરવા મકાન વેચ્યું હતું જેનો દસ્તાવેજ પણ થવાનો હતો. આ ઉપરાંત હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે તે માટે બાધા રાખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મૃતકના ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી: ACP જી.બી. બાંભણીયા સામૂહિક આપઘાત મામલે ACP જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, મૃતક પરિવારના ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તમામ સભ્યોના ગળે ફાંસો ખાવાથી મોત થયો હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસ અને ડિપ્રેશનના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્રણ પાનાની સુસાઇડ નોટમાંથી એક પાનું પુત્રી અને બે પાના માતા આરતીબેને લખ્યા હતા. લોનના પૈસા ચૂકવવા મકાન પણ વેચી દીધું ACPએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવારમાં પતિ, માતા-પિતા અને ભાઈના અગાઉ થયેલા અવસાન તથા આર્થિક તંગીના કારણે પરિજનો ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યા હોવાનું જણાઈ આવે છે. સોની પરિવાર પર અંદાજે ₹33થી 35 લાખનું દેવું થઈ ગયું હતું. આ ઉપરાંત તેમની કાર લોનના બે હપ્તા પણ બાઉન્સ થયા હતા અને એક ચેક બાઉન્સ થતાં કોર્ટ તરફથી સમન્સ પણ મળ્યું હતું. લોનના પૈસા ચૂકવવા માટે પરિવારે પોતાનું મકાન પણ વેચી દીધું હતું અને તેનો દસ્તાવેજ પણ થવાનો બાકી હતો. પુત્રીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું સુસાઇડ નોટમાં આ મકાન શૈલેષ પટેલને સોંપી દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સોની પરિવારે હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે તે માટે ખાટુશ્યામ ભગવાનની બાધા રાખી હતી અને પુત્રી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હતું. આ ઉપરાંત ઘરમાં કામ કરતી મહિલા નિર્દોષ હોવાથી તેને પોલીસ કે અન્ય કોઈ દ્વારા હેરાન કર કરવાની ખાસ વિનંતી પણ કરી છે. ત્રણેયના મૃતદેહને અંતિમવિધિ માટે પરિવારને સોંપાયા ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ મોબાઈલ ફોન અને સુસાઈડ નોટ સહિતના મહત્વના પુરાવાઓ કબજે કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે. હાલમાં સોની પરિવારના ત્રણે સભ્યોના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ તમના મૃતદેહને અંતિમવિધિ માટે પરિવારને આપી દેવામાં આવ્યા છે. સુશિક્ષિત સભ્યોની એકસાથે વિદાય સમાજ માટે અત્યંત પીડાદાયક: શશિકાંત પાટડીયા સમાજના આગેવાન શશિકાંત પાટડીયાએ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતા એક મહિલા, કેનેડાથી અભ્યાસ કરીને પરત ફરેલો યુવાન અને હોશિયાર દીકરી સહિત એક જ પરિવારના ત્રણ સુશિક્ષિત સભ્યોની એકસાથે થયેલી વિદાય સમાજ માટે અત્યંત પીડાદાયક અને ગંભીર ચિંતાનો વિષય છે. આ પરિવારની સારી પ્રતિષ્ઠા હોવા છતાં આવી ઘટના કેમ બની તે અંગે સૌ કોઈ ચિંતામાં મુકાયા છે. 'સમગ્ર સમાજ આવા પ્રતિષ્ઠિત પરિવાર પર ગૌરવ અનુભવાતો હતો' વધુમાં તેમણે ઉમેર્યું કે, પરિવારના મોભી પિતાનું અગાઉ દોઢ-બે વર્ષ પહેલાં હાર્ટ અટેકથી કુદરતી અવસાન થયું હતું. આ પરિવારનો કારોબાર ખૂબ સારી રીતે ચાલતો હતો અને તેઓ સમાજમાં ખૂબ જ સક્રિય તેમજ પ્રવૃત્તિમય જીવન જીવતા હતા, જેના કારણે સમગ્ર સમાજને આવા પ્રતિષ્ઠિત પરિવાર હોવા પર ગૌરવ અનુભવાતો હતો. 'એક જ પરિવારના સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા': હિતેશ સોની સ્થાનિક રહેવાસી અને સંબંધી હિતેશ સોનીએ જણાવ્યું હતું કે, સાંજે સાડા પાંચથી પોણા છ વાગ્યાના અરસામાં તેમને આ આઘાતજનક સમાચાર મળ્યા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે આખો પરિવાર ગુમાવવાનો આઘાત સમગ્ર સમાજ અને પરિવારજનોને લાગ્યો છે. આ ઘટના એટલી અચાનક અને વસમી છે કે તેના વિશે કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. 'સગા-સંબંધીઓ હંમેશાં તેમની સાથે ઊભા રહેતા હતા' વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ પરિવાર ખૂબ જ સધ્ધર અને પ્રતિષ્ઠિત હતો, તેમજ તેમના સગા-સંબંધીઓ પણ હંમેશાં તેમની સાથે અને સહકારમાં ઊભા રહેતા હતા. પરિવારમાં આર્થિક સંકડામણ કે અન્ય કોઈ ગંભીર સમસ્યા હોવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, કારણ કે તેઓ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા. આ અચાનક બનેલી ગંભીર દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોનું ત્રિમાસિક નુકસાન 27% ઘટ્યું:₹1,879 કરોડ રહ્યું, આવક 26% વધીને ₹23,364 કરોડ થઈ; કુલ દેવું 17% વધ્યું
    Next Article
    હિંમતનગરમાં 749 મહિલાઓની મેમોગ્રાફી થઈ:સાબરકાંઠાના 169 આરોગ્ય કેન્દ્રોમાં 7 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ; 6 કેસ મળ્યા, 244 શંકાસ્પદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment