Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોનું ત્રિમાસિક નુકસાન 27% ઘટ્યું:₹1,879 કરોડ રહ્યું, આવક 26% વધીને ₹23,364 કરોડ થઈ; કુલ દેવું 17% વધ્યું

    10 hours ago

    ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનું નાણાકીય વર્ષ 2027ની સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નુકસાન 27% ઘટ્યું છે. કંપનીની કોન્સોલિડેટેડ નેટ લોસ ₹1,879 કરોડ રહી. ગયા વર્ષની આ જ ત્રિમાસિકમાં કંપનીને ₹2,582 કરોડનું નુકસાન થયું હતું. આ વખતનું નુકસાન ₹2,063 કરોડના કન્સેન્સસ અંદાજ કરતાં પણ ઓછું રહ્યું. એટલે કે, બજારના નિષ્ણાતોનું માનવું હતું કે કંપનીને આ વખતે લગભગ ₹2,063 કરોડનું નુકસાન થશે. પરંતુ જ્યારે પરિણામો આવ્યા, ત્યારે નુકસાન અપેક્ષા કરતાં ઓછું એટલે કે ₹1,879 કરોડ રહ્યું. નુકસાનમાં ઘટાડા સાથે કંપનીની આવકમાં પણ વધારો થયો છે. આ ત્રિમાસિકમાં કંપનીની આવક 25.9% વધીને ₹23,364 કરોડ થઈ, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ₹18,555 કરોડ હતી. EBITDAR 120.8% વધીને ₹2,460 કરોડ થયું સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન ઇન્ડિગોનું EBITDAR એટલે કે વ્યાજ, કર, ડિપ્રિસિએશન, એમોર્ટાઇઝેશન અને ભાડા પહેલાંની કમાણી 120.8% વધીને ₹2,459.9 કરોડ રહી. ગયા વર્ષે આ આંકડો ₹1,114.3 કરોડ હતો. આ સાથે EBITDAR માર્જિન પણ 6%થી વધીને 10.5% થયું, એટલે કે તેમાં 4.5 ટકા પોઇન્ટનો સુધારો થયો છે. ઇન્ડિગોની આવક અને કમાણી ઇન્ડિગોના ખર્ચ ઇન્ડિગોનું કુલ દેવું વધીને ₹87,303 કરોડે પહોંચ્યું સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં ઈન્ડિગોનું કુલ દેવું વાર્ષિક ધોરણે 16.7% વધીને ₹87,303.1 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં કંપની પર ₹74,813.8 કરોડનું દેવું હતું. આ કુલ દેવામાં ₹55,159.2 કરોડની કેપિટલાઈઝ્ડ ઓપરેટિંગ લીઝ લાયબિલિટી સામેલ છે. ઈંધણ મોંઘું થવાથી ₹1,900 કરોડનું નુકસાન ઈન્ડિગોના CEO પીટર અલ્બર્સે પરિણામો અંગે જણાવ્યું કે સપ્ટેમ્બર ત્રિમાસિક સામાન્ય રીતે બિઝનેસની દૃષ્ટિએ ધીમું રહે છે, પરંતુ આ વખતે ઈંધણના ઊંચા ભાવ અને વૈશ્વિક તણાવને કારણે પડકારો વધુ વધી ગયા. તેના કારણે કંપનીને આશરે ₹1,900 કરોડનું નુકસાન થયું. જોકે, ફ્લાઇટ્સનું નિયંત્રણ અને ટિકિટ ભાડાંના યોગ્ય સંચાલનને કારણે કમાણી મજબૂત રહી. હવે કંપનીનું સંપૂર્ણ ધ્યાન ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓનો લાભ લેવા, સુરક્ષિત ફ્લાઇટ્સ, ખર્ચમાં ઘટાડો અને ભવિષ્યમાં ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા પર છે. શેરમાં ફ્લેટ કારોબાર, આ વર્ષે 9% ઘટ્યો ઇન્ડિગોનો શેર આજે સામાન્ય ઘટાડા સાથે ₹4,675 પર બંધ થયો. શેર આ વર્ષે 9% ઘટ્યો છે. આ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50માં 12.9%નો ઘટાડો નોંધાયો છે. ભારતની સૌથી મોટી એરલાઇન છે ઇન્ડિગો માર્કેટ શેરની દૃષ્ટિએ ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે. ભારતીય એરલાઇન માર્કેટમાં કંપનીનો માર્કેટ શેર આશરે 64.5% છે. તેની સ્થાપના 2006માં રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલે કરી હતી. તે દરરોજ 2,200થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ 90થી વધુ સ્થાનિક અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે કાર્યરત છે. એરલાઇન પાસે 400થી વધુ વિમાનોનો કાફલો છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધના પક્ષમાં નથી:પરંતુ આદેશો લાગુ નહીં થાય તો દર વર્ષે નિર્દેશ આપવો મજાક બની જશે
    Next Article
    સોની પરિવાર આપઘાત: પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું:35 લાખનું દેવું ભરવા મકાન વેચ્યું, ધંધા માટે ખાટુશ્યામની બાધા રાખી; વડોદરા પોલીસને ત્રણ પેજની સુસાઇડ નોટ મળી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment