Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 749 મહિલાઓની મેમોગ્રાફી થઈ:સાબરકાંઠાના 169 આરોગ્ય કેન્દ્રોમાં 7 હજારથી વધુ લોકોનું સ્ક્રીનિંગ; 6 કેસ મળ્યા, 244 શંકાસ્પદ

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાના 169 આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સેવાભાવી સંસ્થાઓના સહયોગથી 7 હજારથી વધુ લોકોનું કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ વ્યાપક તપાસમાં કેન્સરના 6 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જ્યારે અન્ય 244 શંકાસ્પદ કેસોની વધુ તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા કેન્દ્રમાં અત્યાર સુધીમાં કુલ 749 મહિલાઓની મેમોગ્રાફી તપાસ સંપન્ન થઈ છે. સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક મેમોગ્રાફી સેન્ટર હિંમતનગર સ્થિત GMERS સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર એમઆરઆઈ વિભાગ પાસે ગત 17 સપ્ટેમ્બરે મેમોગ્રાફી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. ભાવના સેવા ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ સેન્ટરમાં દરરોજ 25થી 30 મહિલાઓની સંપૂર્ણ નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે. હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 578 મહિલાઓની મેમોગ્રાફી અને 185 મહિલાઓની પેપ્સમેર ટેસ્ટ કરાઈ છે, જેમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં નોંધાયેલા કેસોનું વિશ્લેષણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરનું વહેલું નિદાન, સમયસર સારવાર અને નિવારણ માટે સ્ક્રીનિંગ તેમજ એચપીવી રસીકરણની કામગીરી ચલાવવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં હરેકૃષ્ણ ફાઉન્ડેશન મહેસાણાના સહયોગથી કરાયેલી તપાસમાં સ્તન કેન્સરના 2, મોઢાના કેન્સરના 2 અને ગર્ભાશયના મુખના કેન્સરના 2 કેસ મળી આવ્યા છે. આ તપાસ દરમિયાન વિવિધ કેન્સરના મળી આવેલા તમામ દર્દીઓને યોગ્ય તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. શંકાસ્પદ કેસોની વધુ તબીબી તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સ્ક્રીનિંગ દરમિયાન કુલ 244 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ શંકાસ્પદ કેસોમાં ગર્ભાશયના મુખના કેન્સરના 183, સ્તન કેન્સરના 48 અને મોઢાના કેન્સરના 13 કિસ્સાઓનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓનું રોગનિદાન ચોક્કસ થાય અને સમયસર સારવાર શરૂ કરી શકાય તે હેતુથી તેમનું આગળનું તબીબી મૂલ્યાંકન અને જરૂરી રિપોર્ટ્સ કરાવવાની કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    સોની પરિવાર આપઘાત: પુત્રીએ 1 લાખ વખત રામનું નામ લખ્યું:35 લાખનું દેવું ભરવા મકાન વેચ્યું, ધંધા માટે ખાટુશ્યામની બાધા રાખી; વડોદરા પોલીસને ત્રણ પેજની સુસાઇડ નોટ મળી
    Next Article
    તાપી ભાજપે ખાલી સંગઠન હોદ્દા પર નિમણૂકો કરી:જિલ્લા મોરચા, તાલુકા-નગર મંડલ અને મંડલ મોરચાના પદાધિકારીઓ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment