Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરેરાશ રોજના 1થી વધુ છાત્ર ભણતર મૂકી રહ્યા છે:પોરબંદર જિલ્લામાં બેરોજગારીએ પાંચ વર્ષમાં 2556 છાત્રોને ભણતર છોડાવી દીધું

    2 days ago

    પોરબંદર જિલ્લામાં બેરોજગારીના કારણે રોજ 1 થી વધુ છાત્ર ભણતર મૂકી રહ્યા છે. જિલ્લામાં બેરોજગારીના પરિણામે છેલ્લા 5 વર્ષમાં 2556 છાત્રએ ભણતર છોડી દીધાનો આંકડો સામે આવ્યો છે. દિન બ દિન રોજગાર ક્ષેત્રે ભાંગી પડેલા પોરબંદર જિલ્લામાં લોકોને 2 ટક પેટ કેમ ભરવું તેની મુશ્કેલી સર્જાતી હોય ત્યારે વાલીઓ પોતાના સંતાનોને ભણતર મુકાવી મજદૂરી કરવા મોકલી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. એક સમયે પોરબંદરમાં મહારાણા મીલ અને બેરિંગના કારખાનાઓ, સિમેન્ટ ઉદ્યોગ ધમધમતા હતા તે સમયે બહારના જિલ્લા માંથી લોકો પોરબંદરમાં આવીને કામ કરતા હતા અને રોજગારી મેળવતા હતા. કુતિયાણાની વાત કરીએ તો કુતિયાણા પણ એક સમયે વેપારનું હબ ગણાતું હતું. ધીરેધીરે પોરબંદર માં કારખાનાઓ બંધ થતા અને કુતિયાણા શહેરમાં વેપાર ધંધા બન્ધ થતા બેરોજગારી આવી હતી. હાલ પોરબંદરમાં મોટા ઉદ્યોગો એકાદ બે રહ્યા છે અને સ્મોલ સ્કેલ ઉદ્યોગો મૃત પ્રાયઃ અવસ્થામાં ડચકા ખાઇ રહ્યા છે. આવા સંજોગોમાં લોકોને રોજગારી મળવી મુશ્કેલ બને છે. બેરોજગારીના કારણે લોકોને બે ટક પેટ કેમ ભરવું તેની ચિંતા સતાવી રહી છે. બેરોજગારીના કારણે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જિલ્લામાં છાત્રોને અભ્યાસ કરતા ઉઠાવી દેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2556 છાત્ર ડ્રોપ આઉટ થયા છે, બેરોજગારીના કારણે વાલીઓએ પોતાના સંતાનના ભણતરને છોડાવી રહ્યા છે અને પોતાના સંતાનને મજદૂરી કરવા મોકલી રહ્યા છે. સરેરાશ રોજ 1 થી વધુ વિદ્યાર્થી ભણતર છોડી રહ્યો છે તે ડ્રોપ આઉટના આંકડા પરથી જોવા મળે છે. વર્ષ વાઇઝ ડ્રોપ આઉટના આંકડા વર્ષ 2020 -21 માં 38449 માંથી 984 છાત્ર ડ્રોપ આઉટ થયા જ્યારે 2021 -22માં 38680 માંથી 406 છાત્ર, 2022 - 23 માં 41269 માંથી 437 છાત્ર, 2023 - 24 માં 39243 માંથી 373 છાત્ર અને વર્ષ 2024 -25માં 37513 માંથી 356 છાત્ર ડ્રોપ આઉટ થયા છે. રેકડી ધારક મજૂરની વ્યથા કુતિયાણામાં રેકડી રાખી મજૂરી કામ કરું છું. હાલ મોંધવારી વધી છે અને મજૂરી વધતી નથી જેથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજું કાઈ કમાવવા વાળું નથી એટલે આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાથી ફરજિયાત મારા સંતાનના અભ્યાસને છોડાવી કામે લગાડ્યો છે. બંને જણા કામ કરીએ છીએ તો પણ માંડ માંડ પૂરું થાય છે. મારી પાસે મોબાઈલ પણ નથી, મજૂરી કામ કરીએ છીએ. > હાજાભાઇ રેકડીવાળા, કુતિયાણા, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    પરિક્ષામાં ગેરરીતિ:નિરિક્ષકને ન દેખાયા, પણ ‘CCTV’એ પકડી પડ્યાધોરણ 10-12ના 95 વિદ્યાર્થીનો બોર્ડમાં રીપોર્ટ કરાયો
    Next Article
    વિસ્તારમાં બન્ને વોર્ડમાં મોટો‎ તફાવત‎‎:નવસારીના વોર્ડ 1માં 14593 અને 2 માં 15568‎‎મતદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment