Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસ્તારમાં બન્ને વોર્ડમાં મોટો‎ તફાવત‎‎:નવસારીના વોર્ડ 1માં 14593 અને 2 માં 15568‎‎મતદાર

    2 days ago

    નવસારી શહેરના પશ્ચિમે આવેલ વોર્ડ 1 અને 2 એકબીજા સાથે ખૂબ જોડાયેલ છે, જેમાં ભૌગોલિક દૃષ્ટિએ વોર્ડ 1 મોટો અને વોર્ડ 2 નાનો છે. વોર્ડ-1નો વિસ્તાર અંદાજે 6 ચોરસ કિમીથી વધુ છે તો વોર્ડ -2 નો 3 ચો.કિમી થી પણ ઓછો છે. સર બાદ જે મતદાર જાહેર થયા તેમા વોર્ડ-1માં 14593 છે તો વોર્ડ-2માં 15568 છે. વોર્ડ-1માં મૂળતઃ જલાલપોર ગામ આવે છે,જે 2006માં જલાલપોર નવસારી પાલિકામાં ભેળવી દેવાયો હતો. જ્યારે વોર્ડ-2 માં જલાલપોર રોડ આવે છે. બન્ને વોર્ડમાં મૂળતઃ સૌરાષ્ટ્રીયન મતદારો વધુ છે,જેમાં 1માં પાટીદારો વધુ છે,સાથે કોળી, આદિવાસી હળપતિ, અનાવિલ વગેરે જાતિ પણ નોંધનીય છે. વોર્ડ-2માં પાટીદાર ઉપરાંત અનુસૂચિત જાતિ, મૂળતઃ પરપ્રાંતિય મતદાર અને મુસ્લિમ વગેરે મતદાર પણ નોંધનીય છે. નવસારી વિજલપોર નગરપાલિકા વખતે જે આ બે વોર્ડનું સીમાંકન હતું તેમાં હાલ મનપા બનતા નવું સીમાંકન થયું તેમાં નહિવત ફેરફાર થયો છે. 2021માં ભાજપી ઉમેદવારો વિજયી ગત-2021 ની ચૂંટણીમાં વોર્ડ-1 અને 2 બંનેમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા.જોકે લીડ માં ફરક હતો. વોર્ડ-1માં લીડ એક થી દોઢ હજાર હતી તો વોર્ડ-2માં લીડ અઢી હજારથી સાડા ત્રણ હજાર હતી. આ બન્ને વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા વધુ રહી છે. પશ્ચિમે જલાલપોર સીમથી પૂર્વે રેલવે સુધી વોર્ડ નં.1નો વિસ્તાર જોઈએ તો પશ્ચિમે બોદાલી ગામને અડતો જલાલપોર સીમ થી લઈ સમગ્ર જૂનું જલાલપોર ગામ વિસ્તાર,થાણા તળાવ વગેરે આવે છે. વોર્ડ-2માં રેલવે ફાટકથી લઈ જલાલપોર રોડ વિસ્તારના ગૌરીશંકર મહોલ્લો, બંદર રોડ, ઘેલખડી વગેરે ઉપરાંત દક્ષિણે હિરામેન્શન ચાલ તથા તેની નજીકનો વિસ્તાર પણ આવે છે. આ બંને વોર્ડ શહેરના પૂર્વ વિભાગના વિસ્તારો કરતા ઓછો વિકસિત રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સરેરાશ રોજના 1થી વધુ છાત્ર ભણતર મૂકી રહ્યા છે:પોરબંદર જિલ્લામાં બેરોજગારીએ પાંચ વર્ષમાં 2556 છાત્રોને ભણતર છોડાવી દીધું
    Next Article
    વાહનચાલકોને ભારે મુશ્કેલી:ચારપુલ પોલીસ ચોકી પાસે ગટરનો સ્લેબ તૂટતા માલવાહક ટ્રક ફસાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment