Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને ભારે મુશ્કેલી:ચારપુલ પોલીસ ચોકી પાસે ગટરનો સ્લેબ તૂટતા માલવાહક ટ્રક ફસાઇ

    2 days ago

    નવસારીના ચારપુલ વિસ્તારમાં આવેલા પોલીસ ચોકી પાસેના વ્યસ્ત માર્ગ પર શુક્રવારના રોજ એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. એક માલવાહક ટ્રક (નં. કેેેએ-28-AB-0035) રોડની બાજુમાં આવેલી ગટર પરથી પસાર થતી વખતે ગટરનું સ્લેબ તૂટી પડતા તેના પૈડાં ખાડામાં ફસાઈ ગયા હતા. ભારે સામાન ભરેલી આ ટ્રક જ્યારે ચારપુલ પોલીસ ચોકી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ગટરના નબળા સ્લેબ પર ટ્રકનું પાછળનું ટાયર આવી જતાં સ્લેબ ધરાશય થયો હતો. ટ્રકના ટાયર ગટરમાં ઊંડે સુધી ફસાઈ ગયા હતા અને ટ્રક એક તરફ નમી ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, ટ્રકની લંબાઇ વધુ હોય અને ટ્રક વજનમાં ભારે હોય વળાંક માટે પૂરતી જગ્યા ન હતી, તેમ છતાં પણ ટ્રક ડ્રાઇવરે વળાંકનો પ્રયાસ હાથ ધર્યો અને પાછળના ટાયર ડ્રેનેજ લાઇનના ઢાંકણ પર આવતા ઢાંકણ તેનો ભાર સહન ન કરી શક્યા અને તૂટી ગયા, જેના કારણે ટ્રક ફસાઇ ગઇ હતી. આ ઘટનાને કારણે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટ્રાફિકથી વ્યસ્ત રહેતા આ વિસ્તારમાં ટ્રક ફસાઈ જવાને કારણે વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    વિસ્તારમાં બન્ને વોર્ડમાં મોટો‎ તફાવત‎‎:નવસારીના વોર્ડ 1માં 14593 અને 2 માં 15568‎‎મતદાર
    Next Article
    ટક્કર:ભાજપ માટે મિશન-76નો પડકારઃ વોર્ડ 1, 13, 14, 15, 16માં ખરાખરીનો જંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment