Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિક્ષામાં ગેરરીતિ:નિરિક્ષકને ન દેખાયા, પણ ‘CCTV’એ પકડી પડ્યાધોરણ 10-12ના 95 વિદ્યાર્થીનો બોર્ડમાં રીપોર્ટ કરાયો

    2 days ago

    પરીક્ષાખંડમાં સુપરવાઈઝરની હાજરી હોવા છતાં ‘ચૂપકે-ચૂપકે’ વાતો કરવી કે આજુબાજુમાં પૂછીને પેપર લખવું હવે ભૂતકાળ બની ગયું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની નજર બચાવીને ગેરરીતિ કરતા હતા, તેમને CCTV કેમેરાએ ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 95 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ નોંધી તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ડીવીડી તપાસવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક પરીક્ષાર્થીઓ સુપરવાઈઝર જ્યારે બીજી તરફ હોય ત્યારે અંદરોઅંદર વાતચીત કરતા, ઇશારા કરતા અને પાછળના વિદ્યાર્થીના પેપરમાં ડોકિયું કરતા કેમેરામાં કેદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી હરકતો છતાં ક્લાસમાં હાજર સુપરવાઈઝરને આ બાબત ધ્યાને આવી નહોતી. હવે શું થશે - બોર્ડની સમિતિ ફેંસલો કરશે શિક્ષણાધિકારીની ટીમ દ્વારા આ તમામ 95 વિદ્યાર્થીઓનો અહેવાલ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર બોર્ડની શિસ્ત સમિતિ હવે નક્કી કરશે કે આ વિદ્યાર્થીઓને કેટલી સજા કરવી. શંકાસ્પદ ‘કોપીબાજ’ 500થી વધુ CDનું સ્કેનિંગ, શિક્ષકોની ટીમે એક-એક સેકન્ડના ફૂટેજ ફંફોસ્યા બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડવા માટે રાજકોટ શિક્ષણ વિભાગે આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ન્યુ એરા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલની હાઈટેક કોમ્પ્યુટર લેબને તપાસ કેન્દ્ર (વોર રૂમ)માં ફેરવી દેવામાં આવી હતી. શિક્ષકોની આ ‘ડિજિટલ ડિટેક્ટિવ’ જેવી કામગીરીને કારણે જ સુપરવાઈઝરો જે ભૂલ નહોતા પકડી શક્યા, તે હવે બોર્ડ સમક્ષ પુરાવા સાથે રજૂ કરવામાં આવી છે. શિક્ષકો અને ટેકનિકલ નિષ્ણાતોના કાફલાએ રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રો પરથી આવેલી 500થી વધુ સીડી (CD) નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ક્લાસરૂમમાં સુપરવાઈઝરની નજર ચૂકવીને વિદ્યાર્થીએ ક્યારે ડોકિયું કર્યું કે ક્યારે ઈશારો કર્યો, તેની એક-એક સેકન્ડની હિલચાલને શિક્ષકોએ રીવાઈન્ડ કરી કરીને તપાસી હતી. સતત દિવસ-રાત ચાલેલી આ કવાયત બાદ અંતે 95 એવા વિદ્યાર્થીઓ મળી આવ્યા જેમના પુરાવા કેમેરામાં કેદ હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ચેમ્બરની મનપા કમિશ્નરને રજૂઆત:શહેરના હજારો વેપારીઓને પડ્યા પર પાટુ ‘ભાડે દુકાન રાખી તો ટેક્સ બમણો કેમ?’
    Next Article
    સરેરાશ રોજના 1થી વધુ છાત્ર ભણતર મૂકી રહ્યા છે:પોરબંદર જિલ્લામાં બેરોજગારીએ પાંચ વર્ષમાં 2556 છાત્રોને ભણતર છોડાવી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment