Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરીબ-મધ્યમ વર્ગીય લોકોને મકાનો મળશે:શહેરમાં 1થી 2.5 BHKના 33273 આવાસ યોજના મકાનોનું બાંધકામ પ્રગતિમાં, 21966 મકાનો ફાળવી દેવામાં આવ્યા

    1 day ago

    આગામી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ આવાસ યોજનાઓ હેઠળ કામગીરી તેજ કરવામાં આવી છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા તેમજ આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા પરિવારોને પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ મોટા પાયે મકાનોનું નિર્માણ કરાયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં EWS કેટેગરીના 19,465 અને LIG કેટેગરીના 2501 મળીને કુલ 21,966 આવાસો તૈયાર કરીને લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં EWS, LIG તેમજ ઝૂંપડપટ્ટી પુનઃવસન યોજના હેઠળ અન્ય 33,273 જેટલા આવાસોનું બાંધકામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ અને રિહેબિલિટેશન હેઠળ અનેક આવાસો સંપન્ન હાઉસિંગ કમિટીના ચેરમેન દર્શન શાહે યોજનાઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS વર્ગ માટે 5158 અને LIG વર્ગ માટે 4985 આવાસોનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સાથે ઝૂંપડાવાસીઓના પુનઃવસન અને પુનઃવિકાસ વિનિયમો-2010 હેઠળ 3467 જેટલા આવાસોનું નિર્માણ કાર્ય સંપન્ન કરી તેનું લોકાર્પણ પણ કરી દેવાયું છે, જેનાથી સેંકડો પરિવારોને સુરક્ષિત અને પાકી છત મળી શકી છે. 33 હજારથી વધુ મકાનો નિર્માણાધીન શહેરમાં હાલ નિર્માણાધીન આવાસો અંગે માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, EWS વર્ગ માટે 13,163 આવાસો, સ્લમ રિહેબિલિટેશન યોજના હેઠળ 18,470 આવાસો અને LIG વર્ગ માટે 1,640 આવાસો મળીને કુલ 33,273 જેટલા મકાનોનું નિર્માણ કાર્ય વિવિધ તબક્કે પ્રગતિમાં છે. વધુમાં, આગામી સમય માટે આશરે 8,775 આવાસો ઊભા કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. કોર્પોરેશનના હાઉસિંગ અને સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં જ વધુ હજારો પરિવારોને સુવિધાસભર પાકા મકાનોનો લાભ પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં હર્ષ સંઘવીની ST કર્મચારીઓને ભેટ:101 નવી બસોનું લોકાર્પણ, કર્મચારીઓને અડધો પગાર એડવાન્સમાં મળશે
    Next Article
    'હું તારા બાપનો નોકર નથી કે, રાત્રે આવી જાઉં':મદદ DCPને ફોન કરનાર યુવક અને ભાઈને પોલીસ સ્ટેશનમાં માર મારવાના કેસમાં PI લાઠીયા સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ, યુવકના કાનનો પડદો ફાટી ગયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment