Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની દિવાળી બગડશે:વ્યારા સુગરમાં શેરડીના બાકી પેમેન્ટ મુદ્દે ખેડૂતોનું 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ

    11 hours ago

    વ્યારા સુગર ફેક્ટરી દ્વારા શેરડી પકવતા ધરતીપુત્રોના બાકી નાણાં ચૂકવવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબ સામે ખેડૂતોનું ધરણાં પ્રદર્શન આજે 28મા દિવસે પણ અડીખમ રહ્યું છે. દિવાળી જેવા સૌથી મોટા તહેવારના દિવસો નજીક આવી પહોંચ્યા હોવા છતાં પોતાના જ હકના પરસેવાના નાણાં ન મળતાં તાપી જિલ્લાના હજારો પરિવારો ઘોર આર્થિક સંકટમાં મુકાયા છે. સુગરની કસ્ટોડિયન કમિટીની ઢીલી નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ખેડૂત અગ્રણી ધવલભાઈ ચૌધરીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં શેરડીની નવી રોપણી માટે બિયારણ, ખાતર અને ખેડ ખર્ચની તાતી જરૂરિયાત હોય છે. જૂનું પેમેન્ટ અટવાતાં નવી સિઝનની તૈયારીઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો "લીલા દુકાળ’ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. હાલમાં ગાંધીનગર પણ ગયેલાં ખેડૂતોના પ્રતિનિધિ મંડળને પણ ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. ખેડૂતોની આગામી આંદોલનાત્મક રણનીતિ 1 નવેમ્બર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં નાણાં જમા થવાની લેખિત તારીખ જાહેર નહીં કરાય તો આંદોલન આક્રમક બનશે. માત્ર પંડાલમાં બેસવાને બદલે તાપી જિલ્લાના મુખ્ય માર્ગો જામ કરવા, સહકારી કચેરીઓ અને સુગર ગેટ પર તાળાબંધી કરવાની સમાંતર રણનીતિ ઘડાઈ છે. જો તહેવાર પહેલાં નાણાં રિલીઝ નહીં થાય તો સુગર પરિસરમાં જ ખેડૂતો પરિવાર સાથે ઉપવાસ પર બેસી "કાળી દિવાળી’ મનાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ડેમ અડધા ખાલી,14 તળાવો સૂકાભઠ ::કડાણા-વણાકબોરીમાં પાણી ઘટતાં 8 તાલુકાના ખેડૂતોને પિયત અને વીજ કટોકટીનું સંકટ સર્જાશે
    Next Article
    તાપી જિલ્લામાં 53 સ્થળે PM કિસાન ઉત્સવ:31મીએ સવારે વ્યારામાં 2 કિલોમીટરની રન ફોર યુનિટી, સાંજે એકતા પરેડનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment