Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં 53 સ્થળે PM કિસાન ઉત્સવ:31મીએ સવારે વ્યારામાં 2 કિલોમીટરની રન ફોર યુનિટી, સાંજે એકતા પરેડનું આયોજન

    10 hours ago

    તાપી જિલ્લામાં 30 અને 31 ઓક્ટોબરે PM કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 30 ઓક્ટોબરે વ્યારા સહિત જિલ્લામાં કુલ 53 સ્થળે PM કિસાન ઉત્સવના કાર્યક્રમો યોજાશે, જ્યારે 31 ઓક્ટોબરે સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સવારે રન ફોર યુનિટી અને સાંજે એકતા પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે. ગુરુવારે કલેક્ટર કચેરી સભાખંડમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. તાપી કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે PM કિસાન ઉત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો અર્પણ કરશે. તાપી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.જિલ્લા પંચાયતની 26 બેઠકોના કાર્યક્ષેત્રમાં બે-બે ગામોને આવરી લઈને 52 કાર્યક્રમો યોજાશે. વ્યારાના મુખ્ય કાર્યક્રમ સહિત જિલ્લામાં કુલ 53 સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સ્થળોએ બનાસકાંઠાથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, સહકારી આગેવાનો અને નાગરિકોને જોડાવા કલેક્ટરે અપીલ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે સવારે 6:30 વાગ્યે વ્યારા જિલ્લા સેવાસદનથી રન ફોર યુનિટી યોજાશે. આશરે 2 કિમીના માર્ગ પર યોજાનારી દોડનું સમાપન સયાજી ગ્રાઉન્ડ ખાતે થશે. તેમાં યુવાનો, નગરજનો, પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ભાગ લેશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વ્યારા અને સોનગઢ પાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકતા પરેડ રેલી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એકતાનગરથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળાશે. કલેક્ટરે નાગરિકોને બંને દિવસના કાર્યક્રમોમાં ભાગ લેવા અપીલ કરી હતી. બંને દિવસના કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમોમાં કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા અડચણ ઊભી કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોની દિવાળી બગડશે:વ્યારા સુગરમાં શેરડીના બાકી પેમેન્ટ મુદ્દે ખેડૂતોનું 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ
    Next Article
    'वाइफ मुझे देखकर व्रत नहीं खोल रही', करवा चौथ पर दिल्ली पुलिस को मिली अजीब शिकायत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment