Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ચાર્જ રાજથી વહિવટ ખાડે ગયો !:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 કરતા વધુ મહત્વની જગ્યાઓ ખાલી, 19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવાય છે !

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાનો વહિવટ લાંબા સમયથી ખાડે ગયો છે અને શહેરીજનોને પોતાના નાનાં-મોટા કામ માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે. તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં વહિવટી તંત્ર દ્વારા એક એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકામાં વર્ગ-1 અને વર્ગ-2ની 50 થી વધુ અતિ મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. તેમજ કુલ 19 જગ્યાઓ ઉપર હાલ ઇન્ચાર્જ અધિકારીથી ગાડું ગબડાવાઈ રહ્યું છે. વોર્ડ નં.- 4નાં કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા જનરલ બોર્ડમાં અધિકારીઓની ઘટ અંગે માંગવામાં આવેલી વિગતોના આધારે આ સમગ્ર વાસ્તવિકતા સામે આવી છે. મંજૂર થયેલી જગ્યાઓ અને હાલમાં ભરાયેલી જગ્યાઓના આંકડાઓ જોતા મહાનગરપાલિકાનું વહિવટી માળખું કેટલું ખોખલું થઈ ગયું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 184 મંજૂર થયેલી જગ્યાઓમાંથી હાલ માત્ર 134 જગ્યાઓ જ ભરાયેલી છે, જ્યારે 50 જગ્યાઓ ખાલી છે. વર્ગ-1 ની વાત કરવામાં આવે તો કુલ 35 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી માત્ર 10 જગ્યાઓ પર જ કાયમી અધિકારીઓ નિમાયેલા છે અને 25 જગ્યાઓ ખાલી પડી છે. આવી જ રીતે વર્ગ-2 માં કુલ 149 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 124 જગ્યાઓ પર ભરતી થયેલી છે અને 25 જગ્યાઓ ખાલી છે. કાયમી અધિકારીઓની આટલી મોટી સંખ્યામાં અછત હોવાને કારણે સમગ્ર વહિવટ પર તેની વિપરીત અસર પડી રહી છે. ખાલી જગ્યાઓના કારણે હાલમાં વિવિધ વિભાગોમાં 19 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. વર્ગ-1 ની 17 જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓ મૂકવામાં આવ્યા છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર-1, નાયબ મ્યુનિસિપલ કમિશનર-1, સિટી ઇજનેર સ્પેશ્યલ-2, એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ)-2, એડિશનલ સિટી ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનિક)-1, ડાયરેક્ટર આઇટી-1, ચીફ ફાયર ઓફિસર-1, ડાયરેક્ટર પે એન્ડ પાર્ક્સ-1, પર્યાવરણ ઇજનેર-1 અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર-6 ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ગ-2 માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) ની 1 અને ડેપ્યુટી ડાયરેક્ટર (આઇટી) ની 1 જગ્યા પણ ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે. ગંભીર બાબત તો એ છે કે ત્રણ અધિકારીઓ એવા છે જેમની પાસે એક કરતાં વધુ ચાર્જ સોંપાયેલા છે, જેમાં સિટી એન્જિનિયર સ્પેશ્યલની 1 જગ્યા અને મેનેજરની 2 જગ્યાઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયા અટકવાના મુખ્ય કારણોમાં સરકારી કમિટીઓ અને કોર્ટ કેસ જવાબદાર છે. વર્ગ-1 ની 7 જગ્યાઓ ઓફિસર્સ સિલેક્શન કમિટી પાસે આખરી પસંદગી માટે મોકલવામાં આવી છે, પરંતુ ત્યાંથી મંજૂરી ન મળવાના વાંકે આ જગ્યાઓ ભરાઈ શકતી નથી. બીજી તરફ, વર્ગ-2 ની મેનેજર કક્ષાની 9 જગ્યાઓ કોર્ટ કેસ અનુસંધાને અટવાયેલી હોવાથી ભરતી પ્રક્રિયા આગળ વધી શકી નથી. ત્યારે મેનેજર કક્ષાની આ 9 જગ્યાઓ ઉપર નજીકના ભવિષ્યમાં ભરતી થવાની શક્યતા નહિવત છે. જેની સીધી અસર રાજકોટ શહેરના વિકાસ ઉપર પડવાની પુરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કુલ 28 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં રાજકોટમાં અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા 2 અધિકારીઓની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે. પરંતુ તેમની જગ્યાએ કે અગાઉથી ખાલી પડેલી અન્ય જગ્યાઓ ઉપર નવા કોઈ આઈએએસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી નથી. રાજકોટના સિનિયર અધિકારીઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, રાજકોટમાં વિવિધ જટિલ પ્રશ્નો અને આંતરિક સમસ્યાઓ હોવાના કારણે કોઈ પણ આઈએએસ અધિકારી અહીં પોસ્ટિંગ લેવા તૈયાર થતા નથી. જે અધિકારીઓ હાલમાં અહીં ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ વહેલી તકે અન્યત્ર બદલી કરાવીને જવામાં રસ દાખવી રહ્યા છે. આમ, સિવિલ સર્વિસની આઈએએસ લોબીમાં રાજકોટની છાપ ખરાબ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેની સીધી અસર શહેરના વિકાસ અને પ્રજાકીય કામો પર પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્રોહિબિશનના ગુનાનો ફરાર બુટલેગર ઝડપાયો:એલસીબીએ એક વર્ષથી નાસતા આરોપીને જૂના દેવળિયાથી પકડ્યો
    Next Article
    દિલ્લીમાં કોંગ્રેસના ધરણાના વડોદરામાં પડઘા:રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તા બેનરો સાથે રસ્તા પર ઉતર્યાં, 15ની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment