Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપામાં સ્ટાફની ભારે અછત:વર્ગ 1 અને 2 ની 50 મહત્વની જગ્યાઓ સહિત 1843 જગ્યા ખાલી, 19 કી-પોસ્ટ ઇન્ચાર્જના ભરોસે ચાલતા વહીવટ કથળ્યો

    5 days ago

    રાજકોટને સ્માર્ટ સિટી બનાવાના દાવાઓ વચ્ચે મનપા તંત્ર સ્ટાફની ભારે અછત અને ખોરવાયેલા વહીવટ સામે ઝઝૂમી રહ્યું છે. સમગ્ર મહાનગરપાલિકાના મહેકમમાં કુલ 4376 કર્મચારીઓના મંજૂર થયેલા મહેકમ સામે 1843 જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. રાજ્ય સરકાર પાસે નવી ભરતી માટે મંજૂરી મેળવવામાં વિલંબ થતો હોવાથી મનપાના અતિ મહત્વના ગણાતા ટાઉન પ્લાનર, સિટી ઇજનેર, ચીફ ફાયર ઓફિસર ઉપરાંત પર્યાવરણ ઇજનેર (સફાઇ) જેવા પદો પણ કાયમી અધિકારીઓ વિના માત્ર ઇન્ચાર્જના ભરોસે જ ચાલી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વર્તમાન અધિકારીઓ અને કર્મચારીઓ પર કામગીરીનું ભારણ વધતાં એકથી વધુ હોદ્દાઓ સંભાળવાની ફરજ પડી છે. બીજી તરફ, એક જ સ્થળે ત્રણ વર્ષથી વધુ સમયથી અડ્ડો જમાવીને બેઠેલા બદલીને પાત્ર અધિકારીઓની બદલી ન કરવામાં આવતા મનપામાં ભ્રષ્ટાચારને છૂટ્ટો દોર મળ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર મહાનગરપાલિકાની 40 થી વધુ શાખાઓમાં પુરતા સ્ટાફના અભાવે કામગીરી ખાડે ગઈ છે, જેના લીધે સામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા વહીવટી કામો માટે અવારનવાર ધક્કા ખાવાની નોબત આવી છે. તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડ બેઠકમાં વોર્ડ નં. 5 ના ભાજપના નગરસેવક દ્વારા મનપાના વર્ગ 1 થી 4 ના મહેકમ અંગે માંગવામાં આવેલી માહિતીમાં આ સ્થિતિ ઉજાગર થઈ છે. મનપામાં વર્ગ-1ની 35 મંજૂર જગ્યાઓમાંથી 24 ખાલી છે અને માત્ર 11 ભરાયેલી છે. વર્ગ-2ની 149 મંજૂર જગ્યાઓમાંથી 29 ખાલી છે અને 120 ભરાયેલી છે. આ જ રીતે વર્ગ-3માં 2788 મંજૂર જગ્યાઓ સામે 891 ખાલી (1897 ભરાયેલી) અને વર્ગ-4માં 1404 મંજૂર જગ્યાઓ સામે 899 જગ્યાઓ ખાલી (505 ભરાયેલી) છે. આમ, વર્ગ 1 થી 4 મળીને કુલ 4376 ની સામે માત્ર 2533 જગ્યાઓ જ ભરાયેલી છે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ ઓફિસર-1, નાયબ મ્યુનિસિપલ કમિશનર-1, સિટી ઇજનેર સ્પેશ્યલ-2, એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ)-2, એડિશનલ સિટી ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનિક)-1, ડાયરેક્ટર આઇ.ટી.-1, ચીફ ફાયર ઓફિસર-1, ડાયરેક્ટર પે એન્ડ પાર્કસ-1, પર્યાવરણ ઇજનેર-1 અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર-6 મળીને વર્ગ-1 ની 17 મહત્વની જગ્યાઓ ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જ્યારે વર્ગ-2 માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) અને ડેપ્યુટી ડાયરેક્ટર (આઇટી) ની જગ્યા ઉપર પણ ઇન્ચાર્જ મુકવામાં આવ્યા છે. સિટી એન્જિનિયર સ્પેશ્યલની એક અને મેનેજરની બે જગ્યાઓ પર પણ અધિકારીઓ વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે. મનપામાં વર્ગ-1 ની 7 જગ્યાઓ ઓફિસર્સ સિલેક્શન કમિટી દ્વારા નામંજૂર કરાઈ હતી અને વર્ગ-2 ની મેનેજર કક્ષાની 9 જગ્યાઓ કોર્ટ કેસના કારણે ભરાઈ શકી નથી. તમામ પડકારો વચ્ચે મનપા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન વર્ગ-1 માં 14, વર્ગ-2 માં 11, વર્ગ-3 માં 201 અને વર્ગ-4 માં 13 મળીને કુલ 239 જગ્યાઓ પર ભરતી કરવાનો દાવો કરાયો છે. સાથોસાથ દિવ્યાંગો માટે મેડીકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઇજનેર (સિવિલ), વર્ક આસિસ્ટન્ટ (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ), આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, જુનિયર પ્રોગ્રામર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ લાયબ્રેરીયન, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (મહિલા/પુરુષ), જુનિયર ફાર્માસિસ્ટ, ઝુ બાયોલોજીસ્ટ કમ ક્યુરેટર કમ એજ્યુકેશન ઓફિસર, મદદનીશ પર્યાવરણ ઇજનેર, વેટરનરી આસિસ્ટન્ટ અને ફિલ્ડ વર્કર જેવી વિવિધ કેડરમાં ભરતી કરવામાં આવનાર હોવાનો દાવો કરાયો છે. જોકે આ ભરતી ક્યારે થાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રિષભ પંતને બોલ વાગતા રિટાયર્ડ હર્ટ થઈને બહાર જવું પડ્યું:અતિશય દુખાવો ઉપડતા ગ્રાઉન્ડની બહાર લઈ જવાયો; ગિલ 50 રન બનાવીને આઉટ; પડિકલ સદીની નજીક
    Next Article
    10 વર્ષ પૂર્ણ ન થયા હોય તે સોસાયટીઓને સરકારનો ઝટકો:સુરતમાં રસ્તા-પાણી-લાઈટનો ખર્ચ રહીશોએ ભોગવવો પડશે, વીજ બિલ પણ માથે ઝીંકાતા સ્થાનિકોનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment