Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોફ્ટવેર મેઇન્ટેનન્સના કારણે મનપાની તમામ ઓનલાઇન સેવાઓ બંધ:તા.1 અને 2 એપ્રિલના રોજ મિલકત વેરો નહીં ભરી શકાય, 3 એપ્રિલથી કામગીરી રાબેતા મુજબ થશે

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આગામી 1 અને 2 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાની મિલકત વેરાની કામગીરી અને ઓનલાઇન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશે ​મિલકત વેરો તા.1/4/2026 અને 2/4/2026ના રોજ મિલકત વેરાના સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી કેશ કલેક્શન વિન્ડો (બારી) તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા સંપૂર્ણપણે બંધ રહેશે. આ સુવિધા તા.3/4/2026થી રાબેતા મુજબ શરૂ થશે. ​અન્ય ઓનલાઇન સેવાઓ તા.1/4/2026ના રોજ મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશે, જે તા.2/4/2026થી ફરી કાર્યરત થશે. જો ટેક્નિકલ કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થશે તો ઓનલાઇન સુવિધાઓ વહેલા શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડે ​મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ઈ.ડી.પી. મેનેજર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડે.
    Click here to Read More
    Previous Article
    દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો:પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
    Next Article
    ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે IAS રવિન્દ્ર ખટાલેએ ચાર્જ સંભાળ્યો:જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું, પ્રાથમિક બેઠક યોજીને કામગીરીઓને વેગ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment