Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, આ ત્રણ સવાલોનાં જવાબ ન આપતા

    9 hours ago

    ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે. બે તબક્કામાં પૂર્ણ થશે સમગ્ર પ્રક્રિયા, પૂછાશે 33 પ્રશ્નો આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે વસતી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસતી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે. કર્મચારીઓ જો આ 3 સવાલ પૂછે તો જવાબ ન આપો જનગણના-2027: ગુજરાતનું વહીવટી માળખું અને ટેકનોલોજી માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, ખોટી વિગતો આપનાર સામે કાર્યવાહી થશે કેન્દ્ર સરકારે કાયદાકીય સ્પષ્ટતા કરી છે કે, જનગણના દરમિયાન એકત્રિત થનારી તમામ વ્યક્તિગત માહિતી 'જનગણના અધિનિયમ-1948' હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ નાગરિક વિરુદ્ધ કોઈ પણ કાનૂની, કોર્ટ કે કરવેરા સંબંધી કાર્યવાહી માટે પુરાવા તરીકે ક્યારેય નહીં થાય. જોકે, વસતી ગણતરીના કાયદા મુજબ, દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો ઇનકાર કરશે અથવા ખોટી માહિતી આપશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકો પોતાની કોઈપણ મૂંઝવણ કે પ્રશ્નો માટે સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે. સ્વ-ગણતરીને વ્યાપક પ્રતિસાદ રાજ્યમાં ગત 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત અત્યાર સુધીમાં 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર સ્વ-ગણતરીના ફોર્મ ભર્યા છે. આ પૈકી 3.30 લાખથી વધુ અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આશરે 44,000 ફોર્મ હાલ પ્રક્રિયા હેઠળ છે. મોબાઇલમાં FM છે તો રેડિયો છે, લિવ-ઇનમાં છો તો પરિણીત બેંકિંગ સિસ્ટમ જેવી ‘અભેદ્ય’ સુરક્ષા હશે મેપ પર દરેક ઘર 'ડિજી ડોટ' બનશે, તેના 5 ફાયદા થશે 1. આપત્તિમાં સચોટ રાહતઃ જિયો ટેગિંગથી બનેલો ડિજિટલ લેઆઉટ મેપ વાદળ ફાટવા, પૂર અથવા ભૂકંપ જેવી આપત્તિના સમયે ઉપયોગી સાબિત થશે. દૂરના હિમાલયી ક્ષેત્રમાં વસેલા કોઈ ગામમાં વાદળ ફાટવા જેવી ઘટનાના સમયે આ મેપથી તરત જ ખબર પડી જશે કે કયા ઘરમાં કેટલા લોકો રહે છે. હોટલોમાં ક્ષમતા મુજબ કેટલા લોકો રહ્યા હશે. આ વિગતથી બચાવ માટે જરૂરી તમામ બોટ, હેલિકોપ્ટર, ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં મદદ મળશે. 2. સીમાંકનમાં મદદ મળશેઃ રાજકીય સીમાઓ જેવી કે સંસદીય અથવા વિધાનસભા ક્ષેત્રોનું યુક્તિસંગત રીતે નિર્ધારણ કરવામાં પણ આનાથી મદદ મળશે. જિયો ટેગિંગથી તૈયાર મેપથી આ તસવીર સ્પષ્ટ થઈ જશે કે ક્ષેત્રમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સંતુલિત વિભાજન કેવી રીતે થાય. સમુદાયોને એવી રીતે ન વહેંચી દેવામાં આવે કે એક મોહલ્લો એક ક્ષેત્રમાં અને બીજો મોહલ્લો કોઈ અન્ય ક્ષેત્રમાં શામેલ થઈ જાય. ઘરોના ડિજી ડોટથી ડિલિમિટેશન (સીમાંકન)ની પ્રક્રિયામાં સરળતા રહેશે. 3. શહેરી આયોજનમાં સરળતાઃ શહેરોમાં રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો કે બગીચાઓનું આયોજન કરવામાં પણ આ નકશો ઉપયોગી સાબિત થશે. જો કોઈ જગ્યાના ઘરોના ડિજિટલ લેઆઉટમાં બાળકોની સંખ્યા વધુ હશે તો પાર્ક અને શાળાઓને પ્રાથમિકતા આપીને બનાવવાની યોજનાઓ તૈયાર કરી શકાશે. જો કોઈ વસાહતમાં કાચા મકાનો કે ખરાબ ઘરોની સંખ્યા વધુ દેખાશે તો ત્યાં કોઈ મેડિકલ ઇમરજન્સીના સમયે તાત્કાલિક મોબાઇલ રાહત વાન મોકલી શકાશે. 4. શહેરીકરણ અને સ્થળાંતર દરનો ડેટા મળશેઃ આ વસ્તી ગણતરીના દસ વર્ષ પછી થનારી વસ્તી ગણતરીમાં ડિજિટલ નકશાના ફેરફારો સરળતાથી નોંધણી કરી શકાશે. દેશના વિવિધ ભાગોમાં શહેરીકરણનો દર અને સ્થળાંતરના વિસ્તારોની મેપિંગની તુલના ચોક્કસ રીતે કરી શકાશે. 5. મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર થશેઃ આધારની ઓળખ સાથે જિયો ટેગિંગ મતદાર યાદીને સચોટ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જ્યારે મતદાર કોઈ ભૌગોલિક સ્થાન સાથે ડિજિટલી જોડાયેલો હશે ત્યારે બેવડા રજીસ્ટ્રેશનના સમયે તેના મૂળ નિવાસનું સરનામું પણ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 57 લાખનો મુદ્દામાલ પરત કરાયો:મુસાફરનું ટ્રેનમાંથી ચોરાયેલું 45 લાખનું સોનું પોલીસે શોધી આપ્યું, 67 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પરત મળતા લોકોમાં આનંદ
    Next Article
    કપાસ પર આયાત ડ્યુટી લંબાવાતાં ખેડૂતોમાં રોષ:બોટાદમાં ખેડૂતોએ નિર્ણય પરત ખેંચવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment