Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 57 લાખનો મુદ્દામાલ પરત કરાયો:મુસાફરનું ટ્રેનમાંથી ચોરાયેલું 45 લાખનું સોનું પોલીસે શોધી આપ્યું, 67 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પરત મળતા લોકોમાં આનંદ

    9 घंटे पहले

    ટ્રેન અને રેલવે સ્ટેશન પરિસરમાં મુસાફરોના સામાન અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગ સામે સુરત રેલવે પોલીસે લાલઆંખ કરી છે. રેલવે પોલીસ વિભાગ દ્વારા ટેકનોલોજી અને સચોટ બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને લાખો રૂપિયાના ચોરાયેલા મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ સફળ કામગીરીના ભાગરૂપે સુરત રેલવે પોલીસ દ્વારા એક વિશેષ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ માલિકોને તેમનો ચોરાયેલો કિંમતી સામાન હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનો અને ચાલુ ટ્રેનોમાં મુસાફરોની નજર ચૂકવીને કિંમતી સામાન સેરવી લેતી ગેંગને પકડવા માટે રેલવે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસે અલગ-અલગ ચોરીના ગુના આચરતા શાતિર આરોપીઓની ધરપકડ કરી હતી. સોનાના 3 બિસ્કીટ જપ્ત, 67 મોબાઈલ ફોન પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ અને તપાસના અંતે તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં પોલીસે આરોપીઓ પાસેથી 100 ગ્રામ વજનના સોનાના 3 બિસ્કીટ જપ્ત કર્યા હતા, જેની બજાર કિંમત આશરે 45 લાખ જેટલી થાય છે. આ સોનું એક મુસાફરની નજર ચૂકવીને ચોરી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેલવેના અલગ-અલગ રૂટ પરથી મુસાફરોના ખિસ્સામાંથી કે ચાર્જિંગમાં મુકેલા 67 નંગ મોંઘાડા મોબાઈલ ફોન પણ ચોરી કરાયા હતા. પોલીસે આ તમામ ફોન રિકવર કર્યા છે, જેની અંદાજિત કિંમત 12 લાખ જેટલી થાય છે. કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટની મંજૂરી બાદ, સુરત રેલવે પોલીસ મથક ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જે મુસાફરોના સામાન અને મોબાઈલ ચોરાઈ ગયા હતા, તે તમામ ભોગ બનનાર નાગરિકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 57 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 57 લાખની કિંમતનો મુદ્દામાલ સોનાના બિસ્કીટ અને 67 મોબાઈલ ફોન તેના અસલી માલિકોને સોંપવામાં આવ્યો હતો. મહિનાઓ પહેલા ખોવાયેલો અને ચોરાયેલો સામાન, ખાસ કરીને લાખો રૂપિયાનું સોનું પાછું મળતા મુસાફરો ભાવુક થઈ ગયા હતા અને તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. 'રેલવે પોલીસનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે' ભોગ બનનાર કાંતિલાલ ગુલાબદાસ મહેતાએ જણાવ્યું હતું કે, હું નવસારીથી સુરત આવતો હતો. મારી પાસે સોનાના ત્રણ બિસ્કીટ હતા, જેનું 300 ગ્રામ વજન હતું. સુરત સ્ટેશને હું ઉતર્યો ત્યારે કોઈ માણસે મારો ખિસ્સો કાપી લીધો અને મને જાણ થઈ તરત મેં રેલવે પોલીસને જાણ કરી. રેલવે પોલીસે તાત્કાલિક એના પગલાં લઈ 8 કલાકમાં તો આખો મારૂ જોખમ એમને મેળવી આપ્યું અને આ લગભગ એમાં મારા ત્રણ બિસ્કીટની 45થી 48 લાખ જેવી કિંમત થતી હતી, એ અમને આજે મળી ગયું છે અને રેલવે પોલીસનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. 67 જેટલા ફોન 'તેરા તુજકો અર્પણ' હેઠળ આજે પરત કરાયા અભય સોની, પોલીસ અધિક્ષક, પશ્વિમ રેલવેએ જણાવ્યું હતું કે, સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે અ ખાતે 'તેરા તુજકો અર્પણ'નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં ગત માસે ચોરાયેલો 45 લાખ જેટલો મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે, ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જાતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે એ લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે. અને એ નામે એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે અને આ સિવાય 67 જેટલા ફોન જે છે તે પણ અમે લોકો 'તેરા તુજકો અર્પણ' હેઠળ આજે પરત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    17 વર્ષના એન્ટી નેશનલ એજન્ટ્સ!:રાહુલે CBSE વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, કહ્યું- જેમણે કેન્દ્ર-CBSEને સવાલ કર્યા, તેમને આતંકવાદી કહ્યા
    Next Article
    ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, આ ત્રણ સવાલોનાં જવાબ ન આપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment