Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપાસ પર આયાત ડ્યુટી લંબાવાતાં ખેડૂતોમાં રોષ:બોટાદમાં ખેડૂતોએ નિર્ણય પરત ખેંચવા માંગ કરી

    8 hours ago

    ભારત સરકારે કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાનો સમયગાળો વધુ ત્રણ મહિના માટે લંબાવ્યો છે. આ નિર્ણયથી બોટાદ જિલ્લા સહિત દેશભરના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સરકારે કપડા ઉદ્યોગને લાભ પહોંચાડવા માટે ખેડૂતોના હિતોની અવગણના કરી છે. તેઓ માને છે કે સરકારે આંતરરાષ્ટ્રીય ટેરિફ યુદ્ધનો જવાબ આપવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કપાસની આયાતને વધુ સરળ બનાવી દીધી છે. આયાત ડ્યુટી હટાવવાથી કપાસ પકવતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વેપારીઓ સસ્તા ભાવે આયાતી કપાસ ખરીદશે, જેના પરિણામે સ્થાનિક કપાસ વેચાયા વિના રહેશે અને તેના ભાવ પણ ઘટશે. આનાથી ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો થશે. ખેડૂતોએ સરકારને આ નિર્ણય તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી છે. ખેડૂત આગેવાનો સુખદેવસિંહ ગોહિલ અને અરવિંદભાઈ ગઢીયાએ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, આ ત્રણ સવાલોનાં જવાબ ન આપતા
    Next Article
    Vadodara | MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર મોટું વૃક્ષ ધરાશાયી | MSU head office | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment