Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે

    9 hours ago

    ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે. જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ પણ આપવામાં આવી છે. બે તબક્કામાં પૂર્ણ થશે સમગ્ર પ્રક્રિયા, પૂછાશે 33 પ્રશ્નો આ ચાર સવાલ પ્રથમવાર પૂછાશે વસતી ગણતરીની કામગીરી દરમિયાન ઘરના મુખ્ય વ્યકિતને કર્મચારી દ્વારા અલગ અલગ 33 સવાલો પૂછવામાં આવશે. જેમાં ચાર બાબત એવી છે કે, આ વસતી ગણતરીમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન, બોટલ્ડ વોટલ વાપરો છો?, તમે કયુ ધાન્ય વધારે ખાવ છો? તેની પ્રથમવાર માહિતી મેળવાશે. સ્વ-ગણતરીને વ્યાપક પ્રતિસાદ રાજ્યમાં ગત 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત અત્યાર સુધીમાં 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર સ્વ-ગણતરીના ફોર્મ ભર્યા છે. આ પૈકી 3.30 લાખથી વધુ અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આશરે 44,000 ફોર્મ હાલ પ્રક્રિયા હેઠળ છે. જનગણના-2027: ગુજરાતનું વહીવટી માળખું અને ટેકનોલોજી માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, ખોટી વિગતો આપનાર સામે કાર્યવાહી થશે કેન્દ્ર સરકારે કાયદાકીય સ્પષ્ટતા કરી છે કે, જનગણના દરમિયાન એકત્રિત થનારી તમામ વ્યક્તિગત માહિતી 'જનગણના અધિનિયમ-1948' હેઠળ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ નાગરિક વિરુદ્ધ કોઈ પણ કાનૂની, કોર્ટ કે કરવેરા સંબંધી કાર્યવાહી માટે પુરાવા તરીકે ક્યારેય નહીં થાય. જોકે, વસતી ગણતરીના કાયદા મુજબ, દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો ઇનકાર કરશે અથવા ખોટી માહિતી આપશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકો પોતાની કોઈપણ મૂંઝવણ કે પ્રશ્નો માટે સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    "તમે મંડળીના રૂપિયા ખાઈ ગયા છો":રૂપાપુરા ગામમાં મહિલા દૂધ મંડળીના હિસાબને લઈને હોબાળો, પિતા-પુત્રએ તલવાર બતાવી મચાવ્યો આતંક
    Next Article
    આવતા સપ્તાહે મનપાનું જનરલ બોર્ડ:રાજકોટ મનપાની 15 સમિતિઓનાં ચેરમેન જાહેર થશે, ઓફીસ, પીયુન સહિતની સુવિધાવાળો હોદ્દો મેળવવા ખેંચતાણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment