Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "તમે મંડળીના રૂપિયા ખાઈ ગયા છો":રૂપાપુરા ગામમાં મહિલા દૂધ મંડળીના હિસાબને લઈને હોબાળો, પિતા-પુત્રએ તલવાર બતાવી મચાવ્યો આતંક

    10 hours ago

    વડોદરા જિલ્લાના નંદેસરી નજીક આવેલા રૂપાપુરા ગામમાં મહિલા દૂધ મંડળીના હિસાબ અને નાણાકીય બાબતોને લઈને ભારે હોબાળો અને હિંસક ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામની જ મહિલા દૂધ મંડળીના મંત્રી અને તેમના પરિવાર પર આક્ષેપો કરીને ગામના જ પિતા-પુત્રએ હાથમાં તલવાર ધરીને આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ગાળાગાળી, મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સત્તાવાર ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. "તમે મંડળીના રૂપિયા ખાઈ ગયા છો" કહી ગાળાગાળી શરૂ કરી મહિલા દૂધ મંડળીના મંત્રી પ્રેમીલાબેન કલ્પેશભાઈ રામસિંહ ગોહિલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, રૂપાપુરા ગામ ખાતે આવેલી મહિલા દૂધ મંડળીમાં ૩૦ મેના રોજ સાંજે આશરે ૭ વાગ્યાની આસપાસ પ્રેમીલાબેન અને તેમના પતિ કલ્પેશભાઈ રોજિંદી પ્રક્રિયા મુજબ દૂધ ભરવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ગામમાં જ રહેતા પ્રભાતસિંહ મેલસિંહ ગોહિલ ત્યાં ધસી આવ્યા હતા અને "તમે દૂધ મંડળીના રૂપિયા ખાઇ ગયા છો" તેમ કહી હિસાબ બાબતે ખોટા આક્ષેપો કરી ઉગ્ર ગાળાગાળી કરવા લાગ્યા હતા. પ્રેમીલાબેન અને તેમના પતિએ ગાળાગાળી કરવાની ના પાડતા પ્રભાતસિંહ તે સમયે ત્યાંથી જતા રહ્યા હતા. પુત્ર હાથમાં તલવાર લઈને આવ્યો અને પરિવાર પર તૂટી પડ્યા પ્રાથમિક બોલાચાલી બાદ થોડી જ વારમાં પ્રભાતસિંહ ગોહિલ તેમના પુત્ર હીરલ પ્રભાતસિંહ ગોહિલને સાથે લઈને ફરીથી દૂધ મંડળી પર ધસી આવ્યા હતા. આ વખતે પુત્ર હીરલના હાથમાં ખુલ્લી તલવાર હતી. બંને પિતા-પુત્રએ મંડળી પર આવીને ફરીથી બીભત્સ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર પ્રેમીલાબેનના દિયર રાજેન્દ્રસિંહે આ વર્તનનો વિરોધ કર્યો હતો, જેથી ઉશ્કેરાયેલા પિતા-પુત્ર રાજેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરીને તેમને માર મારવા લાગ્યા હતા. આ લોહિયાળ ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડેલા મંત્રી પ્રેમીલાબેન તથા તેમની ભત્રીજી નેહાંશીબેન સાથે પણ આરોપીઓએ ક્રૂરતાપૂર્વક મારામારી કરી હતી. "તમને જીવતા નહીં છોડું" કહી તલવાર બતાવી ધમકી આપી દૂધ મંડળી પર ચાલી રહેલી આ ધમાલ જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને જેમ-તેમ કરીને ઝઘડો શાંત પાડ્યો હતો. લોકો એકઠા થઈ જતાં આરોપી પિતા-પુત્ર હવામાં તલવાર લહેરાવી "તમને કોઈને જીવતા નહીં છોડું" એવી જાનથી મારી નાખવાની કડક ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ હુમલામાં પ્રેમીલાબેન, તેમના દિયર રાજેન્દ્રસિંહ અને ભત્રીજી નેહાંશીબેનને શરીરે નાની-મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલમાં નંદેસરી પોલીસે મહિલા મંત્રીની ફરિયાદના આધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી પિતા પ્રભાતસિંહ મેલસિંહ ગોહિલ અને પુત્ર હીરલ પ્રભાતસિંહ ગોહિલ વિરૂદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી, બંનેની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલનો લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો:સૈનિકોએ પહાડી પર ધ્વજ ફરકાવ્યો; 26 વર્ષમાં સૌથી મોટી ઘૂસણખોરી
    Next Article
    ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ:1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment