Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીનીટનું પેપરની લાલચમાં 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા:બેંક એકાઉન્ટમાંથી 1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા, 8 ટેલિગ્રામ ચેનલથી ફ્રોડ ચલાવતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી

    5 days ago

    નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપી એવા સુમેરસિંગ મીણા, આકાશ મીણા અને નવીન યાદવની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખસોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો છે. સુમેરસિંગ મીણા, આકાશ મીણા રાજસ્થાનના અને નવીન યાદવ બિહારનો છે. આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવાનો મેસેજ મુકતા બનાવની વિગત એવી છે કે, દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી NEETના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે. વાંચો… NEET પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસ અને NSUI આક્રમક, મશાલ રેલી સાથે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ વિદ્યાર્થીઓના ID-પાસવર્ડ હેક કરી રિફંડના નામે છેતરપિંડી NEETની પરીક્ષામાં રિફંડના નામે ફ્રોડ કરતા અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરતો હતો. વિદ્યાર્થીઓના આઇડી અને પાસવર્ડ સાથે ચેડા કરીને તેઓની સાથે ફ્રોડ કરતો હતો, જેની સાયબર ક્રાઈમે બિહારથી ધરપકડ કરી છે. ટેલિગ્રામ ચેનલમાં આરોપીના જ માણસો પેમેન્ટના સ્ક્રિન શોટ નાંખી ફસાવતા આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા,આરોપીઓએ ટેલિગ્રામ મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે રીનીટનું પેપર છે. આરોપીઓએ ચેનલ અને ગ્રુપ ચલાવતા હતા. જેમાં મેસેજ નાખતા હતા. આરોપીઓ મેસેજ નાખે તે બાદ આરોપીઓના જ માણસો ગ્રુપમાં એડવાન્સ પૈસા આપ્યાના સ્ક્રીન શોટ નાખી આભારનો મેસેજ કરતા હતા. જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વિશ્વાસ આવે. આરોપીના માણસો જ ગ્રુપમાં લખતા હતા કે તમે ગત વર્ષે જે પેપર આપ્યું હતું તેમાંથી 70 થી 80 ટકા પેપર આવ્યું હતું. 1000થી વધુ લોકોએ પૈસા આપ્યા, 1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ મેસેજ જોઈને ગ્રુપમાં વિશ્વાસ કરીને NEETનું પેપર ખરીદવા આરોપીનો સંપર્ક કર્યો હતો. લગભગ 1 હજારથી વધુ લોકોએ NEETનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા છે. પેપર આપવા બદલ 15,000થી 80,000 વસૂલતા સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોંધી સુમેર સિંગ મીણા અને આકાશ મીણા નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી.બંને રાજસ્થાનના રહેવાસી છે. તેના મોબાઈલમાંથી 8 ટેલિગ્રામ ચેનલ મળી આવી હતી, જે આરોપીઓ જ ચલાવતા હતા. આરોપીઓ પેપર આપવાના બદલે પાસેથી 15 હજારથી 80 હજાર વસુલતા હતા. પૈસા મેળવવા ગેમિંગના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટમાં એક દિવસમાં પૈસા આવ્યા બાદ એકાઉન્ટ વાપરવાનું બંધ કરી દેતા હતા. આરોપીએ NEETની પરીક્ષાના નામે પૈસા મેળવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. નવીન યાદવે કેન્સલ થયેલી નીટ પરીક્ષાનું રિફંડ પોતાના ખાતામાં લઈ લેતો જ્યારે ત્રીજા આરોપી નવીન યાદવનો રોલ 21 જૂને લેવાયેલા અને લીક થયેલા નીટ પેપર કેસમાં સંડોવાયેલો છે. NEETની પરીક્ષા કેન્સલ થતા રિફંડની રકમ આરોપીએ બરોબર પોતાના ખાતામાં મેળવી હતી. આ રિફંડની રકમ મેળવવા NTAની વેબસાઇટમાં પાસવર્ડ ફોરગેટ કરતો જે બાદ સિક્યુરિટી પ્રશ્નો જે એકદમ સરળ હતા તેના જવાબ આપી આઇડી પાસવર્ડ બદલીને 1700 રૂપિયા પોતાના ખાતામાં મેળવી લેતા હતા. 150 વિદ્યાર્થીઓના રિફંડના પૈસા નવીન યાદવે મેળવી લીધા છે.આરોપીએ BSC સુધીનો અભ્યાસ કર્યો છે. NEET પેપર લીકમાં 12થી વધુની ધરપકડ, 21 જૂને પરીક્ષા NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી. ત્યારબાદ આ મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ યોજાવાની જાહેરાત કરી હતી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં 12થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પણ વાંચો…દાવો- NEET પેપર લીક થયા પછી NTA સિસ્ટમ બદલશે, એક્સપર્ટ પ્રશ્નો તો તૈયાર કરશે, પણ ખબર નહીં હોય કઈ પરીક્ષા માટે કર્યા NEET દ્વારા 1 લાખથી વધુ મેડિકલ કોલેજમાં પ્રવેશ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં પ્રવેશ માટે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂઆત 2013માં થઈ હતી. આ પરીક્ષા દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સિસમાં પ્રવેશ મળે છે, જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે. દેશમાં લગભગ 1 લાખથી વધુ MBBS અને 27000થી વધુ BDS સીટો છે. આ સમાચાર પણ વાંચો… દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું 5 કલાક પ્રદર્શન:અભિજીતે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું; આવતા શનિવારે ફરી જંતર-મંતર પર એકઠા થવાનું એલાન NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP એ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર 5 કલાક પ્રદર્શન કર્યું. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે મંત્રી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં રાજીનામું આપે, નહીં તો આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. આવતા શનિવારે, એટલે કે 13 જૂને જંતર-મંતર પર ફરી પ્રદર્શન કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    TMCના 20 લોકસભા સાંસદોનું NCPIમાં વિલિનીકરણ:3 વર્ષ પહેલાં પતિ-પત્નીએ આ પાર્ટી બનાવી હતી; સૂત્ર હતું- પક્ષપલટુ નેતાઓને જાકારો
    Next Article
    કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી, નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું:અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા, પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડ્યા; ઓગણજમાં ક્રાઇમ બ્રાંચ ઉતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment