Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TMCના 20 લોકસભા સાંસદોનું NCPIમાં વિલિનીકરણ:3 વર્ષ પહેલાં પતિ-પત્નીએ આ પાર્ટી બનાવી હતી; સૂત્ર હતું- પક્ષપલટુ નેતાઓને જાકારો

    5 days ago

    તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોના વિલિનીકરણ પછી નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) ચર્ચામાં છે. રેકોર્ડ મુજબ, 3 વર્ષ પહેલાં 2023માં બંગાળના ઉત્તિયા કુંડુ અને શેઉલી કુંડુ નામના કપલે આ પાર્ટીનો પાયો નાખ્યો હતો. પાર્ટીના દસ્તાવેજોમાં ઉત્તિયા કુંડુ પાર્ટીના અધ્યક્ષ છે. પત્ની શેઉલીનું નામ કોષાધ્યક્ષ તરીકે નોંધાયેલું છે. NCPI અધ્યક્ષ ઉત્તિયાએ 13 મેના રોજ ફેસબુક પર બંગાળના CM શુભેન્દુ અધિકારી સાથે પોતાનો ફોટો શેર કરીને તેમને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હાવડામાં NCPIની ઓફિસ છે, જ્યાં સોમવારે સુરક્ષા દળોની તહેનાતી જોવા મળી હતી. ઓફિસના ગેટ પર ઉત્તિયાએ પોતાને બંગાળી ન્યૂઝપેપરના એડિટર અને શિક્ષક ગણાવ્યા છે. જ્યારે તેમની પત્ની શેઉલીને કલકત્તા હાઈકોર્ટના વકીલ તરીકે ઓળખાવ્યા છે. NCPI બંગાળમાં રજિસ્ટર્ડ, ત્રિપુરાથી ચૂંટણીની શરૂઆત કરી NCPIનું રજિસ્ટર્ડ સરનામું પશ્ચિમ બંગાળના હાવડાના બાનીપુર વિસ્તારમાં છે. પાર્ટીએ 2023માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ચાર ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ તેના ઉમેદવારો કાં તો NOTAથી પાછળ રહ્યા અથવા તેનાથી થોડા વધુ મત મેળવી શક્યા. પાર્ટીને કુલ મળીને લગભગ 1,198 મત મળ્યા હતા. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ પાર્ટીને કુલ ₹1.13 લાખનું ભંડોળ મળ્યું હતું. NCPIના ચૂંટણી પોસ્ટરોમાં સૂત્ર હતું- પોતાના અધિકારો બચાવવા માટે પક્ષપલટુઓને જાકારો. ત્રિપુરા ચૂંટણી પછી પાર્ટી ગાયબ થઈ ગઈ હતી ન્યૂઝ એજન્સી PTI મુજબ, NCPI એ 2023માં ત્રિપુરાના ચાવામાનુથી બરજેડા ત્રિપુરાને ઉમેદવાર બનાવ્યા હતા. બરજેડાને 536 વોટ મળ્યા હતા. TMCના બળવાખોર સાંસદો સાથે વિલીનીકરણની વાત સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બરજેડાએ જણાવ્યું કે તેઓ દૈનિક મજૂર છે. ચૂંટણી પછી તેમનો પાર્ટી સાથે સંપર્ક કપાઈ ગયો હતો. NDTVના રિપોર્ટ મુજબ, ત્રિપુરાના કૈલાશહરથી NCPI ઉમેદવાર રહેલા જહાંગીર અલીએ જણાવ્યું કે 2023ની ચૂંટણી દરમિયાન શેઉલી કુંડુ કોલકાતાથી આવ્યા હતા અને ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો. ચૂંટણી પૂરી થયા પછી પાર્ટીએ પ્રવૃત્તિઓ બંધ કરી દીધી અને સંપર્ક પણ તૂટી ગયો. TMCના 20 લોકસભા સાંસદોનું NCPIમાં વિલિનીકરણ:કહ્યું- પીએમના નેતૃત્વમાં કામ કરીશું; મહુઆ બોલ્યા- સુદીપ બીમારીના બહાને દિલ્હી ગયા, ગદ્દારી કરી TMCના 28 માંથી 20 લોકસભા સાંસદોએ રવિવારે ત્રિપુરાની નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી (NCPI)માં વિલયની જાહેરાત કરી. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે રવિવારે સાંજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપ્યા બાદ તેની જાહેરાત કરી. તેમણે કહ્યું- અમે PM મોદીના નેતૃત્વમાં NDA સાથે કામ કરીશું. જ્યારે, બળવાખોર સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાય અને શતાબ્દી રોયે કહ્યું કે તેમનો જૂથ પહેલાથી જ NCPI માં વિલય કરી ચૂક્યો છે. બિરલા સાથે મુલાકાતની જે તસવીર સામે આવી છે, તેમાં 17 TMC સાંસદ દેખાઈ રહ્યા છે. સ્પીકર સાથે મુલાકાત પહેલા સાંસદોએ બંગાળ ભાજપ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી હતી. જ્યારે, TMC મહુઆએ X પોસ્ટમાં લખ્યું- દાદા સુદીપ બંદ્યોપાધ્યાય, 2017માં તમને રોઝ વેલી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પણ તમે બીમારીનું બહાનું બનાવ્યું હતું. હવે ફરી બીમારીનું બહાનું બનાવીને દિલ્હી જઈને ગદ્દારી કરી. તાપસ રોય અને કુણાલ ઘોષ તમારા વિશે સાચું કહેતા હતા, અમે ખોટા હતા. સંસદમાં અલગ બેઠકની માંગ, 5 મુખ્ય વાતો 1. TMCના બળવાખોર સાંસદોએ સ્પીકરને સંસદમાં અલગ બેસવા માટે જગ્યા આપવાની માંગ કરી. 2. કાકોલી ઘોષના મતે, નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી NDAને સમર્થન આપશે. 3. કાકોલી મુજબ, બળવાખોર જૂથ પાસે બે-તૃતીયાંશ સાંસદોનું સમર્થન છે. 4. મમતા બેનર્જી જૂથે સ્પીકરને પત્ર લખીને અલગ જૂથને માન્યતા ન આપવાની માંગ કરી. 5. સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું- અસલી TMC કોણ છે, તેનો નિર્ણય કોર્ટ કરશે. બળવાખોર જૂથ TMCના ચૂંટણી ચિહ્ન 'જોડિયા ફૂલ' પર પણ દાવો કરશે. 3 પ્રશ્ન-જવાબમાં જાણો આગળ શું થશે? પ્રશ્ન: બળવાખોર સાંસદોએ નવી પાર્ટીમાં વિલિનીકરણનું પગલું કેમ ભર્યું? જવાબ: પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. બળવાખોર જૂથના સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું- અમે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટીમાં વિલિનીકરણ કરી ચૂક્યા છીએ. નિયમ મુજબ, જ્યારે તમે પાર્ટીના 2/3 સભ્યો સાથે અલગ થાઓ છો, ત્યારે તમે પહેલા જ દિવસે તે પાર્ટીનું નામ માંગી શકતા નથી. જુલાઈમાં, અમે તૃણમૂલનું નામ અમને આપવાની માંગ કરીશું, કારણ કે અમારી પાસે તૃણમૂલની 2/3 બહુમતી છે. પછી કોર્ટ નક્કી કરશે. પ્રશ્ન: બળવાખોર સાંસદો અત્યારે શું કરશે? જવાબ: બળવાખોર સાંસદોએ સ્પીકરને લોકસભામાં TMCના અન્ય સાંસદોથી અલગ બેસવા માટે જગ્યા આપવાની માંગ કરી છે. TMCના 28 સાંસદો છે. 20 સાંસદો અલગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, બળવાખોર સાંસદોને NDAને સમર્થન આપવાને કારણે સત્તાપક્ષ પાસે બેઠક મળી શકે છે. પ્રશ્ન: મમતા બેનર્જીનો જૂથ શું કરશે? જવાબ: TMC પર પોતાનો દાવો રજૂ કરશે. રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ રવિવારે જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર મોકલ્યો અને બળવાખોર જૂથને માન્યતા ન આપવાની માંગ કરી. NCPI ત્રિપુરાની બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટી નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) ત્રિપુરાની રજિસ્ટર્ડ પરંતુ બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટી છે. પાર્ટી 2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ચાર બેઠકો- ચાવમાનુ, અંબાશા, કરમછડા અને કૈલાશહર પર ચૂંટણી લડી હતી. તેનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું. પાર્ટીનો નારો હતો, "પોતાના અધિકારો બચાવવા માટે પક્ષપલટુઓને નકારો, રાજકીય હસ્તીઓ નહીં પરંતુ સામાજિક કાર્યકરોને સમર્થન આપો." ચાવમાનુ બેઠક પરથી NCPIના ઉમેદવાર બરજેદા ત્રિપુરા હતા, જેમને 536 મત મળ્યા હતા અને તેઓ પાંચમા સ્થાને રહ્યા હતા. NCPI નેતાને TMC સાંસદોના વિલિનીકરણની જાણકારી નથી રસપ્રદ વાત એ છે કે TMCના બળવાખોર સાંસદોના પાર્ટીમાં જોડાવાના સમાચાર સાંભળીને બરજેદા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે તેમણે 2023માં ચૂંટણી લડી હતી, પરંતુ હવે પાર્ટી અચાનક રાષ્ટ્રીય ચર્ચામાં કેવી રીતે આવી ગઈ, તેની તેમને જાણકારી નહોતી. બરજેદા દૈનિક મજૂર છે અને તેમણે જણાવ્યું કે કૃષ્ણ દેબબર્મા નામના વ્યક્તિના કહેવાથી ચૂંટણી લડી હતી. તેમના સોગંદનામા મુજબ, 2023માં તેમની ઉંમર 62 વર્ષ હતી, તેમણે 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તેમની કુલ સંપત્તિ આશરે 4 લાખ રૂપિયા હતી. મમતાથી અલગ થયેલા 20 બળવાખોર સાંસદોના નામ… કોલકાતા દક્ષિણ માલા રોય હુગલી રચના બેનર્જી આરામબાગ મિતાલી બાગ કોલકાતા ઉત્તર સુદીપ બંદ્યોપાધ્યાય -------------------------------------------------
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયા-Aએ આજે કોઈપણ ભોગે જીતવું જ પડશે:ભારતીય ટીમની બેટિંગમાં હાલત ખરાબ, બદોની પછી અનુકુલ પણ આઉટ; IND-Aનો સ્કોર 176/7
    Next Article
    રીનીટનું પેપરની લાલચમાં 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા:બેંક એકાઉન્ટમાંથી 1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા, 8 ટેલિગ્રામ ચેનલથી ફ્રોડ ચલાવતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment