Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી, નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું:અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા, પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડ્યા; ઓગણજમાં ક્રાઇમ બ્રાંચ ઉતરી

    6 days ago

    ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે, જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું છે, અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા છે. ઈટાલિયા સહિતના આપના નેતાઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે. સરકારને અલ્ટીમેટમ આપશે તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચશે. જ્યાંથી તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની પાંચ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર કૂચ કરશે. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટીમેટમ આપશે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો ગુસ્સામાં
    Click here to Read More
    Previous Article
    રીનીટનું પેપરની લાલચમાં 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા:બેંક એકાઉન્ટમાંથી 1.50 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા, 8 ટેલિગ્રામ ચેનલથી ફ્રોડ ચલાવતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણની ધરપકડ કરી
    Next Article
    સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરે શ્રી હરિસ્મૃતિ કથા યોજાઈ:બહોળી સંખ્યામા હરિભક્તોએ કથાનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment