Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરોનો આતંક:રેસ્ટોરન્ટના પૂર્વ સંચાલક પાસે 1 કરોડ સામેની વ્યાજ સાથે 1.41 કરોડ વસૂલ્યા, વધુ 50 લાખ માગી ધમકી

    13 hours ago

    ફતેગંજના રેસ્ટોરન્ટ અને બેંક્વેટના પૂર્વ સંચાલકને કરોડિયાના વ્યાજખોરે 1 કરોડ વ્યાજે આપી 1.41 કરોડ વસૂલી લીધા હતા. છતાં 50 લાખ માગી ધમકી આપતાં સયાજીગંજ પોલીસે 2 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. મૂળ વડગામના અને હાલ ફતેગંજ રહેતા ઈમ્તિયાઝઅલી મરેડિયા 2020માં ગોરવા પંચવટી પાસે રેસ્ટોરન્ટ એન્ડ બેંક્વેટ ચલાવતા હતા. કરોડિયા રોડ સત્યમ ટેનામેન્ટમાં રહેતા દિનેશ પરમારની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જે ઈમ્તિયાઝઅલીએ ભાડે રાખી હતી. 2021થી દિનેશ પરમાર પાસેથી ઈમ્તિયાઝઅલીએ મહિને 2 ટકાના વ્યાજે ટુકડે-ટુકડે 1 કરોડ લીધા હતા. તે પછી તેમણે 2024 સુધીમાં 2 ટકા લેખે 45.20 લાખ વ્યાજના ચૂકવી દીધા હતા. 1 કરોડની મૂડી સામે દિનેશ પરમાર 2024માં વધુ દબાણ કરતો હોવાથી ઈમ્તિયાઝઅલીએ પી.એમ.આંગડિયા મારફતે સિદ્ધપુર ધ્રોલ ખાતે દીપકભાઈને બે વખત 30 લાખ મોકલ્યા હતા. દિનેશ વ્યાજની ઉઘરાણી કરતો હતો. ઈમ્તિયાઝઅલી વતી તેમના મોટા ભાઈ આબીદઅલી મરેડિયા અને સાળો નઝરમહંમદ શેલિયા પાસેથી 35 લાખનું લખાણ લઈ કાગળ પર સહી કરાવી હતી. દિનેશે નઝરમહમદ પાસેથી 10 લાખ ઘરે મગાવ્યા હતા. ઈમ્તિયાઝઅલી પાસેથી દિનેશ પરમારે 96 લાખ મૂડી તેમજ 45.20 લાખ વ્યાજના મળીને કુલ 1.41 કરોડ લઇ લીધા હતા છતાં દિનેશ વધુ વ્યાજની ઉઘરાણી કરી 50 લાખની માગણી કરતો હતો અને ચેક લઈ લીધા હતા. દિનેશ ધમકી આપતો હતો કે, ખોટા કેસમાં ફસાવી દેશે, સંબંધી પર પણ ખોટા કેસ કરશે અને ઉઠાવી જશે. ઈમ્તિયાઝઅલીએ હોટલ પણ વેચી દીધી હતી. આ મામલે સયાજીગંજ પોલીસે બે સામે નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. 1 કરોડથી વધુના ગેરકાયદે વ્યવહાર સંદર્ભે ઈડી પણ તપાસ કરે શકે છે આ કેસમાં રૂ.1 કરોડથી વધુના ગેરકાયદે નાણાના વ્યવહારની વિગતો મળે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ મેદાને આવે તેમ જાણવા મળ્યું હતું. બ્લેક મની અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ દિનેશ અને ઈમ્તિયાઝઅલી વચ્ચે 8 દુકાનના ભાડા સહિતનો પણ સિવિલ મામલો બન્યો હોવાનું તેમજ દિનેશે પોતે પોતાની 8 દુકાનો પરત લઈ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. 60 લાખનો ખર્ચ કરેલી અને સલૂનના સામાન સાથેની દુકાન દિનેશે લઈ લીધી ઈમ્તિયાઝઅલીએ દિનેશ પરમારની ગોરવાની દુકાન ભાડે રાખીને રૂ.60 લાખનો ખર્ચો કર્યો હતો. સાથે જ તેમાં સલુનનો સામાન પણ રાખ્યો હતો. વ્યાજના રૂપિયા સાથે દિનેશ પરમારે ઈમ્તિયાઝઅલી પાસેથી તે દુકાનનો કબ્જો લઈ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ:અકોટા ટાઉનશિપમાં 2 કરોડની ઠગાઈ, ભાગીદારોને અંધારામાં રાખી છેતરપિંડી
    Next Article
    ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા પ્રયાસ:ઉદ્યોગ સાહસિકોને નાણાકીય વ્યવહારો, ડિજિટલાઈઝેશન અંગેની તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment